તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્કશોપ:ક્લાઉડ બેઝ્ડ ટેકનોલોજી દ્વારા વિવિધ ડિઝાઈન કન્સેપ્ટ શીખવ્યા

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉત્પાદન વિકાસ પ્રક્રિયાને ક્લાઉડ-આધારિત પ્લેટફોર્મ સાથે જોડાઈ
 • જ્ઞાનમંજરી કોલેજ ખાતે લીવરેજિંગ ઓફ ક્લાઉડ બેઝ્ડ ટેકનોલોજી ઇન કેડ સેમિનાર યોજાયો

જ્ઞાનમંજરી ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ખાતે “લીવરેજિંગ ઓફ ક્લાઉડ બેઝ્ડ ટેકનોલોજી ઇન કેડ” વિષય પર એક દિવસીય ઓનલાઈન વર્કશોપનું આયોજન કરાયું હતું જેમાં પ્રવર્તમાન ઔદ્યોગિક ક્રાંતિને અનુરૂપ ઇન્ડસ્ટ્રી માટે ભાવિ ઇજનેરને તૈયાર કરવા જ્ઞાનમંજરી ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ખાતે “ઈન્‍સ્ટિટ્યુશન ઓફ એન્જીનિયર્સ ઈન્ડીયા” સૌરાષ્ટ્ર લોકલ સેન્ટર રાજકોટ અને જ્ઞાનમંજરી ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના મિકેનીકલ વિંગના સ્ટુડન્ટ ચેપ્ટરના સહયોગથી “લીવરેજિંગ ઓફ ક્લાઉડ બેઝ્ડ ટેકનોલોજી ઇન કેડ” વિષય પર એક દિવસીય ઓનલાઈન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપ ઓટોડેસ્ક એકેડમીનાં તજજ્ઞ રાજેશ યાદવ દ્વારા કંડકટ કરવામાં આવેલ હતો અને ક્લાઉડ બેઝ્ડ ટેકનોલોજી ઉપર વિગતવાર માહિતી આપી હતી તથા વિદ્યાર્થીઓને આ સોફ્ટવેરના માધ્યમથી વિવિધ ડિઝાઈન કન્સેપ્ટ શીખવ્યા હતા અને નજીકના ભવિષ્યમાં આ વિષય પર કાર્ય કરવા માટે મિકેનીકલ એન્જિનિયરીંગમાં અભ્યાસ વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. તે આ પ્રકારનું પહેલું 3D સી.એ.ડી., સી.એ.એમ. અને સી.એ.ઇ. સોફ્ટવેર છે, જે આખી ઉત્પાદન વિકાસ પ્રક્રિયાને એક ક્લાઉડ-આધારિત પ્લેટફોર્મ પર જોડે છે. આ સમગ્ર વર્કશોપનું સંચાલન મિકેનીકલ ખાતાના અધ્યાપક પ્રો. નીરજ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મિકેનીકલ ખાતાના વડા પ્રો. કૃણાલ ખીરૈયા અને સંસ્થાના આચાર્ય ડૉ. એચ. એમ. નિમ્બાર્ક દ્વારા માર્ગદર્શન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો