તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાંગરો વાટયો:શ્રાવણ શરૂ થયા બાદ કતલખાના બંધ રાખવાનું તંત્રને યાદ આવ્યું

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામુ બહાર પાડવામાં તંત્ર મોડુ પડ્યું
  • 30 મીએ હુકમનામું જાહેર કર્યું કે 27 મીએ માસ મટન વેચાણ સંગ્રહ બંધ

ભાવનગર મહાનગરપાલિકા પણ હવે ભાંગરો વાટવામાં કંઈ બાકી નથી રાખતું. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો અને શ્રાવણ મહિનાનો એક સોમવાર ચાલ્યા ગયા બાદ તેઓને કતલખાના બંધ રાખવાનું યાદ આવ્યું. તેમાં પણ 30 મી જુલાઈએ હુકમનામું બહાર પાડ્યુ કે 27મી જુલાઈને સોમવારે કતલખાના બંધ રાખવાના રહેશે.

કોર્પોરેશનની સાધારણ સભામાં વર્ષ 1995માં ઠરાવ કરી ક્યા ક્યા તહેવારો અને દિવસોએ કતલખાના મટન માર્કેટ બંધ રાખવા તેનો નિર્ણય કર્યો છે. તે મુજબ ગત તા. 30 મી જુલાઈના રોજ માસ મટનનો સંગ્રહ કે વેચાણ કરનારાઓને સંદર્ભમાં હુકમ કરી ક્યાં ક્યા દિવસોમાં કતલખાના અને મટન માર્કેટ બંધ રાખવા જણાવાયું છે. જેમાં 27મી જુલાઈ, 3, 10 અને 17મી ઓગસ્ટના રોજ શ્રાવણ માસના સોમવાર તેમજ તા.12 મી ઓગસ્ટ જન્માષ્ટમી નિમિત્તે અને જૈનોના પવિત્ર પર્યુષણ અને સંવત્સરી નિમિત્તે તા. 15 થી 22 મી ઓગસ્ટ દરમિયાન મટનમાર્કેટ તેમજ કતલખાના બંધ રાખવા અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...