તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વયંભુ બંધ:કોરોના મહામારી ડામવા સ્વૈચ્છિક બંધમાં તાલુકા-ગામડાઓ જોડાયા

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલભીપુર, સિહોર અને ગઢડામાં 2 િદવસ સ્વૈચ્છિક લોકડાઉન ધોળા જંકશન 10 દિવસ બપોરથી સવાર સુધી સ્વયંભુ બંધ રહેશે

કોરોનાની મહામારીને નિયંત્રીત કરવા માટે શહેર અને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનનું શસ્ત્ર ઉગામાયુ છે. વલભીપુર શહેર અને પંથકમાં કોરોનાનો કહેર વધતા અને વધુ સંક્રમણ થતું અટકાવવા માટે વલભીપુર નગરપાલીકા દ્વારા વેપારીઓને શનિ-રવિ બે દિવસ સંર્પૂણ સ્વૈચ્છીક લોકડાઉન રાખવા અનુરોધ કરતા વેપારીઓ સહમતી દશાર્વતા આગામી બે દિવસ બજારો બંધ રહેશે. અને સોમવાર થી શુક્રવાર સુધી બપોરનાં 2 કલાક પછી વેપારીઓ દુકાનો બંધ રાખશે.

નગરપાલીકાના સત્તાધીશો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, આગામી તા.19 એપ્રીલને સોમવારથી શહેરની શાકમાર્કેટ હાલ જે સ્થળે છે તે સાંકડી જગ્યા ઉપર હોય અને સામાન્ય ભીડમાં પણ કોરોનાનું સંક્રમણ વધવાની સંભાવના વધુ હોવાથી ગત વર્ષે જે રીતે હાઇસ્કુલનાં વિશાળ અને ખુલ્લા ગ્રાઉન્ડ ઉપર હંગામી ધોરણે કાર્યરત કરવામાં આવશે.

સણોસરામાં બપોર પછી દુકાનો બંધ રાખવા નિર્ણય કરાયો છે. સણોસરા ગામે કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રહેશે તેવો સ્વૈચ્છિક નિર્ણય કરાયો છે.

ગઢડા(સ્વામિના)માં શનિ-રવિ લોકડાઉન
ગઢડા શહેરી વિસ્તારમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે એસોસીએશન સાથે કરવામાં આવેલી ચર્ચા મુજબ આગામી તા.30 એપ્રિલ સુધી શનિવાર તથા રવિવારના દિવસે સંપુર્ણપણે લોકડાઉન રાખવામાં આવશે. દુધ , છાસની દુકાનો સવાર સાંજ-6 થી 8 શરૂ રાખી શકાશે.

સિહોરમાં શનિ- રવિ સ્વૈચ્છિક લોકડાઉન
સિહોર નગરપાલીકા પ્રમુખ વિક્રમભાઇ નકુમ, મામલતદાર નિનામા, ચીફઓફીસર માલણકા ,પીઆઇ કે.ડી.ગોહીલ તેમજ સિહોરના તમામ વેપાર ધંધાના એસોશિએશના પ્રમુખો, વેપારીઓની મીટીંગમાં સિહોરમાં શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનું નકકી કરવામાં આવેલ છે. આવશ્યક સેવાઓ સિવાયના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખશે. તેમજ હાલના સમયે જે રાત્રિના 9 થી 6 કફયુ અમલમાં છે તે યથાવત રહેશે.

ધોળામાં 10 દિવસ સ્વયંભુ લોકડાઉન
ધોળા જંકશન ઉમરાળા તાલુકાનાં ધોળા (જં) ખાતે 10 દિવસનું બપોરના 2 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે લોકોના હિતમાં સરપંચ ધોળા વિશી તેમજ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ગામના આગેવાનો દ્વારા સ્વયંભુ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...