અકસ્માત:તળાજા-અંબાજી એસટી બસ નિરમા પાટિયા પાસે પલ્ટી ગઈ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરુવારે સાંજે દુર્ઘટના ઘટી હતી, 7 મુસાફરોને ઈજા પહોંચી
  • બસમાં 20 મુસાફરો સવાર હતા, સદનસીબે મોટી જાનહાની ટળી, ઈમરજન્સી 108 પણ મોડી પડી

અંબાજી તળાજા રૂટની બસ ગત ગુરૂવારે સાંજના અરસામાં નિરમા પાટિયા નજીક પલ્ટિ મારી ગઈ હતી. આ બસમાં કુલ 20 મુસાફરો સવાર હતા જેમાંથી 7 મુસાફરોને મુંઢ ઈજાઓ પહોંચી હતી. દુર્ધટના ઘટતા 108ને જાણ કરવામાં આવી પણ એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી નહોતી. જેથી અન્ય બસમાં મુસાફરોએ ભાવનગર પહોંચી સારવાર મેળવી હતી. બસમાં 20 મુસાફરો સવાર હતા પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી.

અંબાજી તળાજા રૂટની એક એસટી બસ ગત ગુરુવારના સાંજે 4.30 વાગ્યાના અરસામાં નિરમા પાટિયા પાસે પલ્ટિ મારી જતાં બસમાં સવાર 20 મુસાફરો પૈકી 7 મુસાફરોને ફ્રેક્ચર તથા મુંઢમાર જેવી ઈજાઓ પહોંચી હતી. બસમાં સવાર મુસાફર કિશોરભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, હું અમદાવાદથી આ બસમાં 1 વાગ્યે બેસ્યો હતો અને સાંજે 4.30 વાગ્યાના અરસામાં નિરમા પાટિયા પાસે હાઈ-વે પર કોઈ ટ્રાફિક નહોતું અને ડ્રાઈવર બસને ડાબી સાઈડમાં લેવા જતાં અચાનક જ બસ પલ્ટિ મારી ગઈ હતી.

મને પીઠના ભાગે ઈજા પહોંચી છે. બસમાં 20 મુસાફરો હતો જેમાંથી 7ને નાની મોટી ઈજાં પહોંચી હતી. જેમાં એક-બે લોકોને ફ્રેક્ચર પણ થયું હતું. 108ને કોલ કર્યો પણ એમ્બ્યુલન્સ આવી નહી અને અમે ઈજા પામેલી હાલતે વડોદરા ભાવનગર બસમાં ભાવનગર આવી સારવાર મેળવી હતી. જ્યારે આ મામલે ભાવનગરના ડીસી એ.કે.પરમારે જણાવ્યું હતું કે, સામેથી ટ્રક આવી રહ્યો હોવાથી ડ્રાઈવરે સાઈડમાં બસ લેતા રોડ પરનું માટીનું પુરાણ ખસી જતાં બસ પલ્ટી મારી ગઈ હતી. અમે સ્થળ વિઝિટ પણ કરી છે અને કોઈને મોટી ઈજાઓ પહોંચી નહોતી.

અન્ય સમાચારો પણ છે...