તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટ:વૃદ્ધાની એકલતાનો લાભ લઇ 2 શખ્સો સોનાની બંગડી લઈ નાસી છૂટ્યા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના વાઘાવાડી રોડ પર આવેલ એક ફ્લેટમાં રહેતા વૃદ્ધાને વિશ્વાસમાં લઇ તેની સોનાની બે બંગડીઓ ઉજળી કરી આપવાનું કઈ તેની નજર ચૂકવી બંને બંગડીઓ લઈ બે અજાણ્યા શખ્સો નાસી છૂટયા હતા.

શામળદાસ કોલેજની સામે પૂજા ફ્લેટમાં રહેતા હેમલભાઈ આજે સવારે પોતાની નોકરીએ ગયા બાદ પોતાની સાથે રહેતા તેના ફઈબા રસીલાબેન (ઉં.વ. 80) ઘરમાં એકલા હતા ત્યારે સવારના અગિયારેક વાગે બે અજાણ્યા શખ્સો તેના ઘરમાં પ્રવેશ્યા હતા અને વૃદ્ધ રસીલાબેનને ભોળવીને તેને જણાવ્યું હતું કે, અમો વસ્તુ ઉજળી કરવાનું કેમિકલ વેચીએ છીએ. ઘરમાંથી એક પીત્તળની ટબુડી લાવવાનું કહી તેને કેમિકલ વડે ઉજળી કરી આપી હતી. બાદ વૃદ્ધાએ પહેરેલ બંને હાથની છ તોલાની રૂપિયા 90 હજારની કિંમતની સોનાની બંગડીઓ પણ ઉજળી કરી આપવા માટે કાઢી આપવાનું કહેતા વૃદ્ધે તે કાઢી આપી હતી બાદ ગેસમાં પાણી ગરમ કરી એક વાટકામાં કેમિકલનો ભૂકો નાખી થોડીવાર ત્યાં બેસવાનું કહી બાદ રસોડામાંથી વાટકાને ઢાંકવાનું વાસણ લાવવાનું કહેતા વૃદ્ધા અંદર ગયા હતા તે સમયે તેની નજર ચૂકવી બંને સખ્શો સોનાની બંગડીઓ લઈ નાસી છૂટયા હતા. જે અંગેની વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી ગઠીયાની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...