તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:લાયસન્સ વગર મીઠાઇ-ફરસાણ વેચનારા સામે કાર્યવાહી કરો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તહેવારો આવે ને સસ્તા ભાવે થઇ રહેલું વેચાણ
  • ભાવનગર સ્વીટ મર્ચન્ટ એન્ડ ફરસાણ મેકર્સ દ્વારા મ્યુ.કમિશ્નરને કરાઇ રજુઆત

આગામી તહેવારો દરમિયાન શહેરમાં ઘણી સંસ્થાઓ કે વ્યકિતઓ કોઇપણ જાતના ફુડ લાયસન્સ કે રજીસ્ટ્રેશન વગર સસ્તા ભાવે મીઠાઇ ફરસાણ બનાવી વેચી રહયાં હોય આવી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવા ભાવનગર સ્વીટ મરચન્ટ એન્ડ ફરસાણ મેકર્સ કો-ઓપરેટીવ કન્ઝયુમર્સ સ્ટોર્સ લી.દ્વારા મહાનગર પાલિકાના કમિશ્નરને રજુઆત કરી છે.

શહેરમાં આગામી તહેવારો આવી રહયાં છે ત્યારે કેટલીક સંસ્થાઓ કે વ્યકિતઓ જરૂરી લાયસન્સ કે રજીસ્ટ્રેશન વગર ફુટી નિકળી છે અને સસ્તા ભાવે મીઠાઇ-ફરસાણ બનાવી વેચવા નિકળી પડતા હોય છે ત્યાં સુધી કે પાનના ગલ્લા ઉપર પણ તેનું બુકીંગ અને વેચાણ થતુ હોય છે અને કોઇના ડર વગર ખુલ્લેઆમ ન્યુઝ પેપરમાં અને સોશ્યલ મિડીયામાં જાહેરાત પણ કરતા હોય છે અને મીઠાઇ વિતરણ,રાહતભાવ જેવા શબ્દોનો પ્રયોગ કરી લોકોને આકર્ષિત કરતા હોય છે.શું તેઓ રજીસ્ટ્રેશન ધરાવે છે ? તેમની પાસે ફુડ લાયસન્સ,સેલ્સટેક્ષ રજીસ્ટ્રેશન,કોર્પોરેશનના શોપ એકટ વગેરેના રજીસ્ટ્રેશન છે ખરા ?તોલમાપ અંગેના નિયમોનું પાલન થાય છે ખરૂ ? આવા વેચાણ કરનારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરી જોખમ ઉભુ કરે છે.

ફુડ લાયસન્સ વગર આવો બિઝનેસ કરનારને રૂ.5,00,000 નો દંડ અને છ મહિનાની સજા સુધીની જોગવાઇ છે.જયારે અત્યારના કાયદામાં ફેરફાર આવી રહયો છે જે કાયદો હાલ ડ્રાફટના સ્વરૂપમાં છે તેમાં આ દંડ 25 લાખ સુધીનો થઇ રહયો છે. આમારા વેપારીઓ કાયદાનું પાલન કરી કામ કરે છે જેથી તંત્ર દ્વારા રક્ષણ મળે તેવી માંગ છે.આ બાબતે જરૂરી વિભાગને સુચના આપી કાર્યવાહી કરવા ભાવનગર સ્વીટ મરચન્ટ એન્ડ ફરસાણ મેકર્સના પ્રમુખ બૈજુ મહેતાએ કમિશ્નરને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...