નોટિસો પાઠવવાની તૈયારી:GST રિકવરી ઝડપી બનાવવા CBIC દ્વારા તંત્રને મીઠી ટકોર

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દરોડામાં શૂરાપૂરા અધિકારીઓ રિકવરીમાં ઢીલાઢફ્ફ
  • કરદાતાને રકમ ભરપાઇ કરવા નોટિસો પાઠવવાની તૈયારી

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અમલીકરણના 59 મહિના બાદ તંત્ર ગેરરીતિઓ શોધવા માટે ઉંધામાથે થયુ છે, તો આટલા સમયમાં શોધી કાઢેલી ગેરરીતિઓની રિકવરી બાબતે પણ CBIC હવે કડક બની રહ્યું છે અને તંત્રને રિકવરી ઝડપી બનાવવા બાબતે મીઠી ટકોર કરી છે.

જીએસટી તંત્રમાં અગાઉની વેટ અને સર્વિસ ટેક્સની પણ જે રિકવરી બાકી છે તેને પૂર્ણ કરવા માટે CBIC હવે કડક વલણ અપનાવવા થઇ રહ્યું છે, અને અધિકારીઓને પણ જે કરદાતાની રિકવરી બાકી હોય તેઓને નોટિસો પણ પાઠવી અને કરના નાણા પરત લાવવાની દિશામાં કામ કરવા આહ્વાન કરવામાં આવ્યું છે.

ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં કરચોરી ડામવા માટે તત્પર અધિકારીઓ પણ હવે રિકવરીના લિસ્ટ લઇને બેઠી ગયા છે, અને કરદાતાને શોધવાના પ્રયત્નો કરી રહ્યા છે. વેટ અને સર્વિસ ટેક્સ વખતની બાકી રકમ હોય તેવા કરદાતાને શોધવા તંત્ર માટે કપરૂ કાર્ય બની રહ્યું છે.

બીજી તરફ જીએસટીના અધિકારીઓ દ્વારા પણ રિકવરીની ગાડી ટોપ ગીયરમાં નાંખવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. જે કરદાતાના ટેક્સના નાણા બાકી છે, પેનલ્ટીઓ, રેડમાં મળી આવેલી ગેરરીતિઓ સહિતની બાબતમાં રિકવરી કરવા કરદાતાના પગેરૂ દબાવી રહ્યા છે. પહેલા સંપર્ક કરી અને કહી રહ્યા છે બાદમાં નોટિસો કાઢવામાં આવનાર હોવાનું પણ જીએસટી તંત્રમાંથી જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...