તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:શ્રેષ્ઠ કામગીરી બદલ સફાઇ કામદાર અને સિપાઇનું સન્માન કરાયું

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની 151મી જન્મ જયંતિની થનારી ઉજવણીના ભાગરૂપે શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2021ની કામગીરી શરૂ છે. શહેરના વિવિધ વોર્ડમાં સફાઇની શ્રેષ્ઠ કામગીરી કરનારા સફાઇ કામદારો અને સિપાઇઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરતા સેનેટરી ઇન્સ્પેક્ટરોને બીરદાવવાનો કાર્યક્મ યોજાયો હતો.

ભાવનગર મહાપાલીકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા નિયમિત હાજરી, ઘન કચરાનું એકત્રીકરણ, કચરાનું સેગ્રીગેશન કરવા માટે નિષ્ઠા, નાગરિકો સાથે સારી વર્તણૂંક, વાહન તરફની જવાબદારી, નિયમિત સમયે ઓફિસે હાજર રહેવું વિગેરે બાબતને ધ્યાને લઇ આ અંગે શ્રેષ્ઠ કામગીરી કરનારા 13 સ્વચ્છ સૈનિક(બેસ્ટ સફાઇ કામદાર) અને 13- સિપાઇ અને સી.ઝેડ.વાઘેલા (સેનેટરી ઇન્સ્પેક્ટર)ને અટલ બિહારી વાજપેયી ઓપન એર થીયેટર ખાતે નાયબ કમિશનરના હસ્તે ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો