તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરેશાની:આજથી ગરમીમાં પરસેવો પડાવતા વીજ કાપ જાહેર

ભાવનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે ફુલસર ફીડર અને વિદ્યાનગર ફીડરના વિસ્તારોમાં સવારથી બપોર સુધી વીજ કાપ

ઉનાળાની આકરી ગરમીના દિવસોમાં પરસેવો પડાવનારા વીજ કાપની જાહેરાત પીજીવીસીએલ દ્વારા કરાઈ છે. તા.5 એપ્રિલને સોમવારે 11 કેવી ફુલસર ફીડરના સંત તુલસીદાસ, ઓમ નમ શિવાય, અમરપાર્ક, રાધેક્રષ્ના, માધવ પાર્ક, તુલસી પાર્ક, લક્ષ્મીનગર, કર્મચારીનગર, મધુવન સોસાયટી, પ્રેમ પ્રકાશ સોસાયટી, ખોડિયાર નગર, સવગુણનગર, ચંદ્રમણી, નિરમા કોલોની, સદગુરૂ કોમ્પલેક્સ, આદમજીનગર, ઘનશ્યામનગર, પંચવટી રોડ, ગૌતમનગર, મારૂતિનંદન, કેસરીનંદન, સ્લમ બોર્ડ, મહાદેવનગર, ક્રાંતિનગર, ફુલસર ગામ તળ, સ્વપ્નસૃષ્ટિ, ભૂમિ કોમ્પલેક્સ, શિવશક્તિ રેસીડેન્સી, પાનવાડી, શાસ્ત્રીનગર, આણંદજી પાર્ક, ચંદ્રમૌલી તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારના 7થી બપોરના 2 સુધી વીજ પુરવઠો મળશે નહી.

તા.5 એપ્રિલને સોમવારે વિદ્યાનગર ફીડરના એલઆઇસી ઓફિસ, કેપી હોસ્પિટલ, એસબીએસ હેડ ઓફિસ, પટ્ટણી પ્લાઝા, દેવુબાગ, અનંતવાડી, ધરમશી કુંજ, ડો.કાકડીયાની હોસ્પિટલ, હનુમાન મઢી તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં સવારના 7થી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

તા.6 એપ્રિલને મંગળવારે વિદ્યાનગર ફીડરના પોલિટેકનિક ગર્લ્સ હોસ્ટેલ, સરકારી ક્વાર્ટર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, વિદ્યાનગર, જૂની પોલીસ લાઇન, ચિત્તરંજન ચોક તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાંસવારના 7થી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. 6ને મંગળવારે શિવાજી સર્કલ ફીડરના શિવાજી સર્કલથી ઘોઘા રોડ તરફ જતા ડાબી જમણી સાગર પાર્ક, મારૂતિ કોમ્પલેક્સ, પ્રગતિ સોસાયટી, મંત્રેશ કોમ્પલેક્સ, ક્રિષ્ના કોટેજ, બાલયોગીનગર, શિવાજી પાર્ક ડાયમંડ વિસ્તાર, પખારામ કોમ્પલેક્સ, વારાહી, ફાતિમા, સેન્ટ મેરી શાળા, , મંદાર કોલોની, સરદારનગર સર્કલથી શિવાજી સર્કલડાબી-જમણી બાજુનો વિસ્તાર, મંત્રેશ કોમ્પલેક્સથી સિદ્ધિ વિનાયક ટાઉનશિપ, સુમેરૂ ટાઉનશિપનો તમામ વિસ્તાર, વારાહી સોસાયટી અને પ્રગતિ સોસાયટીમાં સવારે 6.15થી બપોરના 12.30 સુધી વીજ પુરવઠો મળશે નહી.

તા.7 એપ્રિલને બુધવારે શિવનગર ફીડરના માધવનગર 1,2 અને 3, નંદગ્રામ સોસાયટી 1 અને 2, રાધેશ્યામ સોસાયટી, સ્વપ્ન સૃષ્ટિ, ખોડિયારનગર, મીરાનગર, શિવ પાર્વતી, અમીધારા, ઘનશ્યામનગર, ઝાંઝર પાર્ક, સુમેરૂ સોસાયટી, ભક્તીનગર 1,2 અને 3, શિવસાગર 1 અને 2, ગોપાલનગર, અંબિકાનગર, તરસમીયા ગામ અને ખારસીમાં સવારે 6.30થી બપોરના 1.30 સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

તા.7ને બુધવારે જવાહર ફીડરના ઘોઘા સર્કલ, રોટરી ક્લબ, પલ્લવ ફ્લેટ, તેલઘાણી, અવનિ પાર્ક, એરિસ્ટો કોમ્પલેક્સ, ઇનારકો, એચસીજી હોસ્પિટલ તેની આજુબાજુના વિસ્તાર, સેનેટરીવાળો ખાંચો, સર પટ્ટણી રોડ પરના કેટલાક વિસ્તારમાં સવારના 7થી બપોરના 1 સુધી વીજ પુરવઠો મળશે નહી. શુક્રવારે અકવાડા ફીડરના અકવાડા ગામ, અકવાડા મદરેસા, શીતળા માતાના મંદિર નજીકનો વિસ્તાર, ગુરુકુળ અકવાડા, મુરલીધર સોસાયટી, કૈલાસ સોસાયટી અને સંકલ્પ ટાઉનશિપમાં સવારના 7થી બપોરના 2 સુધી વીજ કાપ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો