તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળબંબાકાર:ભાવનગરના તળાજા રોડ પર સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી અને ટોપથ્રી સર્કલ પાસે એક ઈંચ વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાયા

ભાવનગર3 મહિનો પહેલા
  • જો 7-8 ઈંચ વરસાદ વરસે તો શું સ્થિતિ થાય?

ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસી ગયો હતો, જેના પગલે ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીમાં ગોઠણ સમા પાણી ભરાયા હતા, તો કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. જો વરસાદ વધુ સમય ચાલુ રહ્યો હોત તો આ વિસ્તારમાં લોકોને રહેવું મુશ્કેલ બની જાય તેવી પરિસ્થિતિનું સર્જન થાય તેમ હતું. આ વિસ્તારના લોકો દ્વારા અનેક વાર તંત્ર દ્વારા ને રજૂઆત કરવા છતાં પણ પાણીના નિકાલ માટેની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને લઇને આ સમસ્યાઓ વારંવાર સર્જાઈ છે.

ભાવનગર શહેરમાં વરસાદ જોઈએ એવો પડ્યો નથી અને આ સિઝનનો હજી 21 ટકા જેટલો વરસાદ પડ્યો છે, ત્યાં તો ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી, ભાવનગર શહેરના લીલા સર્કલ થી ટોપથ્રી તરફ જવાનો રસ્તો વરસાદ રહી ગયા બાદ પાણી ભરાવના કારણે બે કલાક સુધી બંધ રહ્યો હતો અને આ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા.

જોકે વરસાદે શહેરના મોટાભાગના વિસ્તારમાં તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ છતી કરી હતી. તંત્ર દ્વારા માત્ર કાગળો પર પ્રિમોન્સુન કામગીરી થતી હોય તેના પુરાવાઓ આજે જોવા મળ્યા હતા. ભાવનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. જોકે ભાવનગર શહેરના લીલા સર્કલથી ટોપ-થ્રિ સર્કલ તરફ જવાના રસ્તામાં રોડ પર ગોઠણ સમા પાણી ભરાયા હતા ત્યારે જેને લઇને લીલા સર્કલ ટોપ થ્રી રસ્તો બે કલાક કરતા વધુ સમય બંધ રહ્યો હતો.

જોકે કેટલાક વાહનચાલકો પાણીના પ્રવાહ માંથી વાહનો પસાર કરતાં તેમના વાહનો બંધ થવાની સમસ્યાઓ સર્જાઇ હતી અને અનેક વાહનો બંધ પડ્યા હતા. આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે અને સ્થાનિક લોકો દ્વારા તંત્રને આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા આ અંગે કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા ન હોય જેને લઇને આ સમસ્યાઓ વારંવાર સર્જાઈ છે. દોઢથી બે ઈંચ વરસાદમાં તો આ પરિસ્થિતિ સર્જાય છે તો 7 થી 8 ઈંચ વરસાદ પડ્યો હોયતો આ વિસ્તારની શું હાલત થાય તે વિચારી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...