ઉજવણી:સ્વામી વિવેકાનંદે પાલિતાણામાં સંગીત કૌશલ્ય દર્શાવેલું

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાશે

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ(ગાંધીનગર)ના ઉપક્રમે ગુજરાત રાજ્ય યુવક મંડળ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર સંચાલિત સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગર ખાતે તા.12 જાન્યુઆરીને ગુરૂવારે આયોજન કરવામાં આવનાર છે.

ઇતિહાસમાં ડોકીયું કરીએ તો સ્વામી વિવેકાનંદના પુણ્યચરણ ભાવનગરની ભૂમિ પર પડયા છે, ભાવનગરની ભૂમિને પાવન કરી છે. એટલું નહીં પાલિતાણામાં તો તેઓએ પોતાની સંગીતની નિપૂણતા દર્શાવી હતી. તેઓ ભાવનગરના તત્કાલિન મહારાજા તખતસિંહજીને પણ મળ્યા હતા.

ઓક્ટોબર 1891માં સ્વામીજી ભાવનગર અને સિહોરની યાત્રાએ નીકળ્યા. યાત્રા તેઓએ પગપાળા કરી હતી. તેઓએ સિહોરમાં શૈવ મંદિરોનાં દર્શન કર્યાં. આ યાત્રા તેઓએ પગપાળા કરી હતી. સિહોરની સુંદર ડુંગરમાળાથી ખુશ થયા હતા. તેઓએ પાલિતાણાની યાત્રા કરી હતી. પાલિતાણાના શેત્રુંજ્ય પર્વત ઉપર જૈનમંદિરો, હનુમાનજી મંદિર, પીરની દરગાહના દર્શન કર્યાં, તળેટીમાં જૈન મંદિરોનાં દર્શન કર્યાં હતાં.પાલિતાણાનાં જૈન મંદિરોની મુલાકાત દરમિયાન સ્વામી વિવેકાનંદે ભારતને એક વિશાળ મંદિર તરીકે જોયું હતું.

દરમિયાનમાં તા.12મી જાન્યુઆરીને ગુરૂવારે રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે પ્રધાનમંત્રીના હસ્તે ઉદઘાટન સમારોહનું સાંજે 4 થી 5.15 સુધી જીવંત પ્રસારણ થનાર છે. આ કાર્યક્રમમાં ભાવનગરના યુવા મિત્રોને જોડાવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...