તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેન્કિંગ:સ્વામિ વિવેકાનંદ હોમિયોપેથી કોલેજને સ્ટેટ રેન્કિંગમાં થ્રી-સ્ટાર

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યમાં જુદી જુદી યુનિ. તેમજ કોલેજોમાં શૈક્ષણિક, સંશોધન, પ્લેસમેન્ટ, પ્રોફેશનલ પ્રેક્ટિસ તેમજ અન્ય માળખાગત સુવિધાઓના રેટિંગ માટે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ ફ્રેમ વર્ક (જીએસઆઇઆરએફ)ની રચના કરવામાં આવી છે. આ સંસ્થાએ તાજેતરમાં રાજ્યમાં આવેલી મેડિકલ અને પેરા મેડિકલ શિક્ષણ આપતી કોલેજોની શ્રેણીનું રેટિંગ જાહેર કર્યું છે જેમાં ભાવનગરની એમ.કે.બી.યુનિ. સંલગ્ન સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી મેડિકલ કોલેજ અને હોસ્પિટલને તેના પ્રથમ વખતના એસેસમેન્ટમાં જ થ્રી-સ્ટાર સાથે ટોપ ટેન પેરા મેડિકલ સંસ્થાઓમાં રાજ્યમાં સાતમો ક્રમ મેળવ્યો છે. જ્યારે હોમિયોપેથીની કોલેજોમાં રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

આ સિદ્ધિ મેળવી સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી કોલેજે ભાવનગર યુનિ. તેમજ સમગ્ર ભાવનગરના શિક્ષણ ક્ષેત્રનું નામ વધુ ઉજળું કર્યું છે. આ કોલેજમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે વિનામૂલ્યે સારવાર પણ આપવામાં કાયમ અગ્રેસર રહી છે. કોરોનાની મહામારીમાં લોકોમાં રોગપ્રતિકાર શક્તિ વધે તે માટે ભાવનગર શહેર અને જિલ્લામાં 8 લાખથી વધુ લોકોને હોમિયોપેથીની દવાનુ઼ વિનામૂલ્યે વિતરણ કરાયું હતુ આ કાર્ય માટે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આ કોલેજનું સન્માન થવાનું છે તેમ કોલેજના ડો.ગિરીશભાઇ પટેલે જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં આ રેન્કિંગમાં MKB યુનિવર્સિટીનો રાજયની યુનિ.માં 14મો રેન્ક આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...