સ્કૂલ ચેમ્પિયન:સ્વામી સહજાનંદ સ્કૂલ આયોજિત સ્પાર્કમાં સિલ્વર બેલ્સ વિજેતા બની

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળા કક્ષાએ સ્વામી. ગુરુકુળ રનર્સઅપ
  • ​​​​​​કોલેજ વિભાગમાં સ્વામી સહજાનંદ કોલેજ વિજેતા અને લાઇફ સાયન્સ ભવન રનર્સ અપ

જીટીયુ સંલગ્ન સ્વામી સહજાનંદ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ- એમબીએ દ્વારા મેગા ઇવેન્ટ સ્પર્ક-2021નું આયોજન કોલેજ ખાતે કરાયું હતુ જેમાં ધો.11-12 અને કોલેજના મળીને કુલ 1500 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું પરિણામ જાહેર થતા શાળાઓના વિભાગમાં સિલ્વર બેલ્સ પબ્લિક સ્કૂલ ચેમ્પિયન જાહેર થઇ જ્યારે સ્વામીનારાયણ ગુરુકુળ રનર્સ અપ જાહેર થયેલ. કોલેજ કક્ષાએ સ્પર્ધાઓમાં સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ચેમ્પિયન જાહેર થઇ જ્યારે ડિપાર્ટમેન્ટ ઓફ લાઇફ સાયન્સ રનર્સ અપ જાહેર કરવામાં આવ્યું હતુ.

સ્પર્ધાઓમાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતાઓને ટ્રોફી તેમજ ભાગ લેનારા તમામને સર્ટિફિકેટ અપાયા હતા. આ સ્પાર્ક સ્પર્ધામાં વક્તૃત્વ, નિબંધ, ફેઇસ પેઇન્ટીંગ, રંગોળી, ક્વિઝ, અંતાક્ષરી, રસ્સા ખેંચ, બિઝનેસ હાઉસ, ફેશન શો, ગીત-સંગીત, પોસ્ટર મેકિંગ, કમ્પ્યૂટર કોડ જેવી વિવિધ 30 જેટલી સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં 1500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર આયોજન માટે ડો.અમી પંડ્યા, ધૃતિ પંડ્યા, અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...