તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધિ:સ્વદેશી : હસ્તગીરીના યુવાને ટીકટોક જેવી એપ બનાવી, 6 હજારથી પણ વધારે લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એપ્લિકેશન બનાવવા ભારત દેશમાં ઘણા ઓછા લોકોએ પ્રયત્ન કર્યો જેમાં ભાવેણાના યુવાનની સિદ્ધિ

આજના સમયમાં ટીકટોકના કરો સમગ્ર વિશ્વમાં ખૂબ જ મોટી સંખ્યામાં છે ત્યારે એપ્લિકેશન યુઝરોનો ડેટા નો દુરુપયોગ વધી જાય છે અને આપણા દેશના લોકો બીજા દેશની એપ્લિકેશનનો ઉપયોગ કરે એના કરતા આપણા દેશ માટે જ એવી સ્વદેશી એપ્લિકેશન બનાવવાનો નિર્ણય કરી MAKE SHOW નામની એપ્લિકેશન બનાવી પાલીતાણા તાલુકાના હસ્તગીરી ગામના ખેડૂત પુત્રએ એક મોટી સફળતા હાસલ કરી છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હસ્તગીરી ગામના રહેવાસી અને હાલ ભાવનગર શહેરમાં વાઘાવાડી રોડ પર આવેલ UBM ઈન્ફોટેક કંપનીમાં કામ કરતા અર્જુનસિંહ સરવૈયાએ માત્ર અઢી મહિનામાં જ વિદેશી એપ્લિકેશનને ટક્કર આપે એવી સ્વદેશી MAKE SHOW નામની ટીકટોક જેવી એપ્લિકેશન બનાવીને તાજેતરમાં પ્લેસ્ટોર પર મૂકી દીધી છે. સમગ્ર દેશમાં ટીકટોક એપ્લિકેશન બનાવવા ઘણા ઓછા લોકોએ પ્રયત્ન કર્યો હતો જેમાં ભાવેણાના યુવાનને સફળતા મળી હતી. આ યુવાને વડોદરા ખાતે એન્ડ્રોઇડના ક્લાસ કર્યા હતા અને ત્યારબાદ ભાવનગર આઇ.ટી કંપનીમાં જોબ શરૂ કરી હતી અને ઘણા સમયથી એક વિચારધારા હતી કે દેશના લોકો સ્વદેશી એપ્લિકેશનનો ઉપયોગ કરે છે જેથી દેશની સિક્યુરિટી જળવાઈ રહે તે હેતુને સિદ્ધ કરી માત્ર અઢી મહિનામાં JAVA લેંગ્વેજ નો ઉપયોગ કરી આ એપ તૈયાર કરવામાં આવી હતી. જેના હાલ 15 હજારથી પણ વધુ યુઝર થઈ ચૂક્યા છે અને વડાપ્રધાને સ્વદેશી ચીજ વસ્તુ માટેની જાહેરાત કરી ત્યારબાદ એક જ દિવસમાં 6 હજારથી પણ વધારે લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે વિદેશી એપ્લિકેશનની કોઈપણ સિક્યોરિટી રહેતી નથી અને આપણા દેશના લોકો આર્મીના, પોતાના, પોતાની ફેમિલી સહિત અમુક પર્સનલ વિડીયો પણ ટીકટોકમાં શેર કરતા હોય છે, ત્યારે તેનો વિદેશમાં દુરુપયોગ વધી જાય છે જ્યારે સ્વદેશી એપથી આપણા દેશનો ડેટા આપણા સર્વર માજ રહે અને તેનાથી કોઈપણ વ્યક્તિને તકલીફ ન પડે તે માટે આ એપ્લિકેશનમાં સતત પ્રયત્ન કરવામાં આવે છે.  હાલ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે ઉપલબ્ધ આ MAKE SHOW એપ્લિકેશન પ્લેસ્ટોરમાં ૨૫ ડોલર રૂપિયા ચૂકવીને મૂકી દેવામાં આવી છે જેનો અત્યારે માત્ર એન્ડ્રોઇડ મોબાઈલ યુઝરો જ ઉપયોગ કરી શકશે, એપલ મોબાઇલ યુઝર્સ માટે આગામી સમયમાં મુકવામાં આવશે. એપ્લિકેશનમાં પુરી સિક્યુરિટી રખાઈ છે  આ એપ્લિકેશનમાં યુઝર ત્રણ રીતે લોગીન થઇ શકે છે GMAIL દ્વારા, ફેસબુક દ્વારા અને મોબાઇલ નંબર દ્વારા જેથી કરીને આપણા દેશના યુઝર ઓનો ડેટા આપણા જ સર્વર મા રહે અને કોઈપણ વ્યક્તિ એકાઉન્ટ એક ન કરી શકે તેની માટે ખાસ તકેદારી રખાઈ છે- અર્જુનસિંહ સરવૈયા, હસ્તગીરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો