તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કોર્પોરેશનના ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ સામે લેવાશે સસ્પેન્શનના પગલા, આજે સ્ટેન્ડીંગ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્વિસ ટેક્સમાં રાહત પરત કરવામાં ઢીલાશ
  • RTPCRના ભાવમાં ત્રણ ગણો તફાવત અને વેસ્ટ ટુ એનર્જીમાં બેદરકાર એજન્સી સામે પગલાં લેવાશે!

ભાવનગર કોર્પોરેશનના ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ વારંવાર વિવાદમાં આવ્યા બાદ પદાધિકારીઓ અને સંગઠનની પણ આંખે થઈ ગયા હતા જેથી આવતીકાલે મંગળવારે મળનારી સ્ટેન્ડીંગ કમિટીમાં ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટને સસ્પેન્ડ કરવા માટે તખ્તો તૈયાર થઈ રહ્યો છે.

કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ઘણા વિવાદાસ્પદ કાર્યો પણ છે. ખાસ કરીને આર.ટી.સી.આર. ટેસ્ટ માટેની કિટના ત્રણ ગણા ભાવમાં તફાવત, ભરતી બઢતીના નિયમોમાં પુનઃ ફેરફાર, સરદારનગર ઓડિટોરિયમના એજન્સીએ ચૂકવવાનો સર્વિસ ટેક્સ કોર્પોરેશને ચૂકવ્યા બાદ જીએસટી દ્વારા તેમાંથી મળેલી રાહત પણ દ્વારા કટકે-કટકે કોર્પોરેશનને પરત કરવા, વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ માટે એજન્સી દ્વારા કરેલી ગંભીર બેદરકારીને નજર અંદાજ કરી કે બ્લેક લિસ્ટ કરવા તેમજ લોકડાઉન દરમિયાન સ્વિમિંગ પુલમાં ધુબાકા અને દારૂ બાબતેની પોલીસ કાર્યવાહીમાં વિવાદમાં ઢસડાયેલા ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ કે.કે.ગોહિલ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા સહિતનો નિર્ણય કરાશે. જોકે, બેદરકાર અધિકારીઓને પાઠ ભણાવવા ગાર્ડન સુપ્રિ. સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવા શાસકોએ મન મનાવી લીધુ છે.

અન્ય સમાચારો પણ છે...