તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું આ છે ભાવનગરનો વિકાસ?:સર ટી હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓની જમીન પર સુવડાવી સારવાર કરાઈ, સાંસદના ટ્વિટ બાદ કલેકટર અને કમિશનર દોડતા થયા

ભાવનગર9 દિવસ પહેલા
શક્તિસિંહ ગોહિલે સર ટી હોસ્પિટલનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો
 • હોસ્પિટલ પ્રશાસન હજી પણ કરી રહ્યું છે લૂલો બચાવ

ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓની જમીન પર સુવડાવી સારવાર કરાતી હોવાનો વીડિયો વાયરલ થતા હોસ્પિટલ પ્રશાસન સામે સવાલો ઉઠ્યા છે. સરટી હોસ્પિટલની ઓપીડીમાં કોવિડના શંકાસ્પદ દર્દીઓેને જમીન પર જ સુવડાવી ઓક્સિનજ અપાતો હોવાનો વીડિયો દર્દીઓના સગાએ જ વાઈરલ કર્યો હતો. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આ વીડિયો ટ્વિટ કરતા જ આજે કલેકટર અને કમિશનર હોસ્પિટલ દોડી ગયા હતા. હોસ્પિટલ તંત્ર વીડિયોને તો નકારી નથી રહ્યું, પણ સમગ્ર મામલાને લઈ હાલ લૂલો બચાવ કરવામા લાગ્યું છે.

દર્દીઓને જમીન પર સુવડાવી સારવાર આપવામાં આવી રહી છે
દર્દીઓને જમીન પર સુવડાવી સારવાર આપવામાં આવી રહી છે

સબ સલામતના દાવાઓની વીડિયોએ પોલ ખોલી
ભાવનગર શહેંરમાં હાલ રોજના સરેરાશ 60 જેટલા કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાની સ્થિતિ ભયંકર બની રહી છે તેની વચ્ચે પણ હોસ્પિટલ પ્રશાસન તમામ સુવિધા હોવાના દાવા કરી રહ્યું છે. પણ જમીન પર સુવડાવી કોરોનાના શંકાસ્પદ દર્દીઓની સારવારના વાયરલ થયેલા વીડિયોએ તંત્રના દાવાઓની પોલ ખોલી નાખી છે.

હોસ્પિટલમાં દર્દીઓના સ્નેહીજનોનો ધસારો જોવા મળી રહ્યો છે
હોસ્પિટલમાં દર્દીઓના સ્નેહીજનોનો ધસારો જોવા મળી રહ્યો છે

વાઈરલ વીડિયો મામલે હોસ્પિટલ તંત્રનો બચાવ
સરટી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીની જમીન પર સુવડાવી સારવાર કરાતી હોવાનો વીડિયો વાયરલ થતા જ હોસ્પિટલ તંત્રએ જવાબ આપવો મુશ્કેલ બન્યો છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જયેશ બ્રહ્મભટ્ટે કહ્યું કે, ઓપીડીમાં દર્દીને દાખલ કરવા માટે ખાટલાની વ્યવસ્થા નથી હોતી. દર્દીને દાખલ કરવા માટે વોર્ડમાં મોકલવા પડે છે. ઓપીડીમાં જ્યારે કોઈ દર્દીને ક્રિટીકલ જણાય તો તેને અહીં જ ઓક્સિજન આપવાની જરુર પડે છે. જેથી ઓપીડીમાં જ ઓક્સિજન આપ્યો હોવાનો દાવો કર્યો હતો.

જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે
જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે

સાંસદે વીડિયો ટ્વિટ કરતા અધિકારીઓ દોડ્યા
શહેરીની સરટી હોસ્પિટલમાં જમીન પર સુવડાવી દર્દીને ઓક્સિજન અપાતું હોવાનો વીડિયો વાયરલ થતા જ આજે કલેકટર ગૌરાંગ મકવાણા, કમિશનર એમ.એ.ગાંધી, જિલ્લા આરોગ્ય અધિકારી હોસ્પિટલ પર દોડી આવ્યા હતા. અને સ્થિતિની સમીક્ષા કરી હતી.કલેકટરે કહ્યું હતું કે, રાત્રિના ડોકટરની શિફ્ટ બદલતી હોવાના કારણે થોડીવાર માટે ડોકટરની ગેરહાજરી હતી. કોઈ ગંભીર સ્થિતિ નથી.

હોસ્પિટલની વરવી સ્થિતિ બતાવતો વીડિયો પોસ્ટ કર્યો હતો
હોસ્પિટલની વરવી સ્થિતિ બતાવતો વીડિયો પોસ્ટ કર્યો હતો

માળિયા તાલુકામાં પણ ઓટલા પર સારવારનો વીડિયો વાયરલ થયો હતો
મોરબી જિલ્લાના માળિયા તાલુકાના એક ગામમાં પણ ખાનગી ક્લિનિક બહાર દર્દીઓની ઓટલા પર સારવાર થતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ગઈકાલે વાયરલ થયેલા વીડિયોમાં દસેક જેટલા દર્દીઓને ખાનગી ક્લિનિકની બહાર જ બાટલા ચડાવવામા આવી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

ભાવનગરના યુવરાજે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ
ભાવનગરના યુવરાજે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ

સર ટી હોસ્પિટલની ઘટનાને લઈ યુવરાજ જયવીરસિંહ ગોહિલે સવાલો ઉઠાવ્યા
​​​​​​​
ભાવનગરની સર ટી હોસ્પિટલમાં જમીન પર સુવડાવી દર્દીઓની સારવારની ઘટનાને લઈ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે તંત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. સર ટી હોસ્પિટલની ઘટનાની દિવ્યભાસ્કર ડિજિટલ પર પ્રકાશિત થયેલા અહેવાલની લીંક સાથે યુવરાજ જયવીરરાજસિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સવાલો ઉઠાવ્યા હતા.જયવીરરાજસિંહે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ લખી છે તે આ મુજબ છે.

'કૃષ્ણકુમારસિંરજીએ પોતાનું રાજ્ય પોતાની પ્રજા માટે અને પ્રજાની સુખાકારી માટે સોંપ્યુ હતું'.તેમના શબ્દો 'મારી પ્રજાનું કલ્યાણ થાજો' આપણને એમના બલિદાનની અને પોતાની પ્રજાના કલ્યાણની ભાવનાની યાદ અપાવે છે. જ્યારે અત્યાર શહેરમાં રાજકીય નેતૃત્વની ખામી જોવા મળે છે.

આપણે અત્યારે એવા દિવસો જોઈ રહ્યા છીએ કે જ્યાં પ્રજાને સારી રીતે મેડીકલ સુવિધા નથી મળતી પણ રાજકારણીઓને પ્રચાર-પ્રસાર અને રેલી કાઢવા માટે લાખો રૂપિયા મળી રહે છે. અને કોવિડ જેવી મહામારીમાં પણ ચૂંટણી યોજવા માટે અનુકૂળ સમય પણ મળી રહે છે.

કોઈપણ રાજકારણી કે ઓફિસરને એવો કોઈ હક નથી કે તે કોઈ પણ પોતાના વ્યકિતગત કારણોસર લોકોના જીવ જોખમમાં પડે એવું કામ કરે અને આની પાછળ જે પણ લોકો આ કાર્ય માટે જવાબદાર હોય તેમને પ્રજા ને આનો જવાબ આપવો જોઈએ અને પોતાનું રાજીનામું પણ આપવું જોઈએ.

પ્રજાની સુખાકારી માટે અને તેમના સારા આરોગ્ય માટે મૂળભૂત તબીબી આરોગ્ય સુવિધાઓ જે દરેક સરકારે પોતાની પ્રજા સુધી પહોંચાડવી જ જોઈએ, એ ચૂંટાયેલી સરકારની ફરજ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો