તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Surveillance Teams Will Be Formed In Municipalities And Rural Areas To Ensure That Individuals Have Access To Appropriate Information To Prevent Coronavirus Infection.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમિતિની રચના:કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં વ્યક્તિઓને યોગ્ય માહિતી મળી રહે તે માટે સર્વેલન્સ ટીમની રચના કરાશે

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • નગરપાલિકાઓમાં વોર્ડવાઇઝ સમિતિની રચના કરવામાં આવશે

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કોવિડ-19નાં રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ ભાવનગર જિલ્લામાં શહેર, નગરપાલિકાઓ અને ગ્રામ્યના તમામ વ્યક્તિઓને મળે તે હેતુથી નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં વ્યક્તિઓને યોગ્ય માહિતી મળી રહે તે માટે ગ્રામ્ય વિસ્તારો માટે સમિતિઓની રચના કરવામાં આવી છે.

નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરાશે

ભાવનગર જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં કોવિડ-19ના રસીકરણ કાર્યક્રમનું લાઈઝનિંગ કરવા લાયઝન અધિકારી તરીકે ચીફ ઓફિસર બી.પી.વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. લાયઝન અધિકારીએ જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરી તમામ નગરપાલિકાઓમાં વોર્ડવાઇઝ સમિતિની રચના કરવાની રહેશે.

પ્રતિષ્ઠિત નાગરિકોની વોર્ડવાઇઝ સમિતિની રચના કરવાની રહેશે

જેમાં ચીફ ઓફિસર અને નોડલ અધિકારી દ્વારા નિમણૂક આપેલ નગરપાલિકાઓના કર્મચારી, વોર્ડના નગરસેવક, વોર્ડની નગર પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ જરૂરિયાત મુજબ શિક્ષકો, નગર સેવકે નક્કી કરેલ સ્વયં સેવકો અને જરૂર જણાયે વોર્ડના પ્રતિષ્ઠિત નાગરિકોની વોર્ડવાઇઝ સમિતિની રચના કરવાની રહેશે. આ વોર્ડવાઇઝ સમિતિએ આરોગ્ય તંત્ર પાસેથી રસીકરણ અંગેના સેક્શનનું કેલેન્ડર મેળવવું, પાત્રતા ધરાવતા વ્યક્તિઓને રસીકરણ બાબતે માહિતગાર કરવા અને સેશન માટે વ્યક્તિઓની સેશનના આગળના દિવસે યાદી તૈયાર કરવી, રસિકરણના સેશન વખતે યાદી મુજબના વ્યક્તિઓને સરિકરણ કેન્દ્ર પર લાવી રસી અપાવવી, નિયત નમૂનમાં દૈનિક અહેવાલ પ્રતિદિન સાંજના જિલ્લા લાયઝન અધિકારી, નગરપાલિકાઓની કચેરીને બિનચુક મોકલી આપવા જેવી તમામ કામગીરી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો