તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોમ્પ્યુટરમાંથી કરવામાં આવેલા ડેટા એનાલીસીસ બાદ ખોટી વેરા શાખ લઇ રહેલા અને બોગસ બિલિંગ સાથે સંકળાયેલા 3 માસ્ટર માઇન્ડની અટક કરી અને તેઓને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી અપાયા છે. ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, અમદાવાદ, મોરબી, ઇન્દોર જેવા જુદા જુદા શહેરોમાં 12 પેઢીઓના રજીસ્ટ્રેશન કરાવી અને એક બીજાના ખરીદ-વેચાણ એક બીજી પેઢીમાં કરી અને ખોટી રીતે વેરા શાખ મેળવવામાં આવી રહી હતી. વડોદરા સીજીએસટી કમિશ્નોરેટ દ્વારા ડેટા એનાલીસીસ વડે સમગ્ર ગેરરીતિ પકડી પાડવામાં આવી હતી.
વંદન કોર્પોરેશનના હિસાબી વ્યવહારોની બારીકાઇથી ચકાસણી કરવામાં આવતા 12 પેઢીઓમાંથી 80 કરોડની કરચોરી કરાઇ હોવાનું દરોડા દરમિયાન જણાઇ આવ્યુ હતુ.આ કેસમાં ભાવનગરના ભેજાબાદ તારક પટેલ, કરણ પટેલ અને જયન અજમેરાની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામના રીમાન્ડ નામંજૂર થતા 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યા છે.
દર અઠવાડીયે ડીજીજીઆઇ, સ્ટેટ જીએસટી એન્ફોર્સમેન્ટ, એસજીએસટી, સીજીએસટી દ્વારા ભાવનગરમાં ક્યાંને ક્યાંક દરોડા પાડવામાં આવે છે, અને કરોડો રૂપિયાની ગેરરીતિઓ પકડાઇ રહી છે. છતા ખોટી વેરાશાખ, બોગસ બિલિંગ જેવા દેશના અર્થતંત્રને ઉધઇની જેમ કોરી ખાતા નેટવર્કને સંપૂર્ણપણે ડામી દેવામાં તંત્રના હાથ ટુંકા પડી રહ્યા છે. ગેરરીતીના કિસ્સામાં ભેજાબાજોની સાથે રાજકારણીઓ, અધિકારીઓ પણ સંકળાયેલા હોવાથી કરોડો રૂપિયાની કરચોરી થઇ રહી છે, અને સમ ખાવા પુરતી પકડાઇ રહી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.