અબોલ જીવોની બોલતી સેવા:વાછરડીના બંને પગમાં જન્મજાત ખોટનું ઓપરેશન: પીડામુક્ત કરાઇ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અબોલ જીવોની બોલતી સેવા એટલે 1962
  • એનિમલ હેલ્પલાઇનના દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના છેવાડાના ગામોમાં આશિર્વાદરૂપ

ઉમરાળા તાલુકાના વડોદ ગામે જન્મજાત બન્ને પગેથી ચાલી નહી શકતી વાછરડીને હરતા ફરતા પશુ દવાખાના 1962 દ્વારા ઓપરેશન કરી ચાલતી કરી હતી. જે રીતે માનવો માટે 108 કાર્ય કરે છે તેવી જ રીતે પશુઓ માટે 1962ની સેવા કાર્ય કરે છે. આ સેવાથી છેવાડાના અને ગામડામાં રહેતાં પશુપાલકોના અનેક ઢોરોને વિવિધ રોગોથી બચાવવામાં સફળતા મળી છે. તો અનેક વિકટ ઓપરેશનો નિઃશૂલ્ક કરી આપીને પશુઓને પીડામાંથી મુક્તિ અપાવી છે.

1962 ની સેવા દ્વારા ઉમરાળા તાલુકાના પરવાળાના વડોદ ગામમાં જન્મથી જ ચાલી ન શકતી વાછરડીને બંને પગે ઓપરેશન કરીને ફરીથી ચાલતી કરી છે.વાછરડી બંને પગે ચાલવાની અક્ષમતા અથવા તો રોગને વૈજ્ઞાનિક ભાષામાં નકલિંગ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં પશુ ચાલી શકતું નથી. જેને કારણે તેનું હલનચલન બંધ થાય છે અને હરીફરીને ઘાસચારો ચરવાનું કે ફરવાનું બંધ થઈ જાય છે જેને કારણે પશુને ખૂબ જ મુશ્કેલી થાય છે.

આ અંગે વડોદ ગામના રહેવાસી સંજયસિંહ ગોહિલ દ્વારા કેસ નોંધાવવામાં આવ્યો હતો. જેથી સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવાં મળ્યું કે વાછરડીના બન્ને પગમાં જન્મજાત ખોટ છે. અને ઓપરેશન જ તેનો ઈલાજ છે.

પશુ ચિકિત્સક ડો. મૌતિક ઝાંઝમેરા તેમજ તેમના સાથી પાયલોટ કમ ડ્રેસર નિતેશ મકવાણાએ આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી વાછરડીને ફરી એકવાર ચાલતી કરીને જન્મજાત ખોડખાપણમાંથી અને પીડામાંથી મુક્તિ અપાવી હતી. ગુજરાત સરકારના પશુ પાલન વિભાગ દ્વારા ચાલતાં અને જી.વી.કે. ઈ.એમ.આર.આઇ. દ્વારા સંચાલિત દસ ગામ દિઠ ફરતા પશુ દવાખાના દ્વારા પશુઓને નિ:શૂલ્ક સારવાર અપાય છે.

અન્ય સમાચારો પણ છે...