ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા એક મહિલાને તેના સાસરિયા વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ ગુજારી પતિએ મારકુટ કરતા હોય મહિલાએ સાસરીયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
16 વર્ષમાં અવારનવાર કરિયાવરની ત્રાસથી મહિલા કંટાળી
આ બનાવની મહિલા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ શહેરના વિદ્યાનગર ગાંધી કોલોનીમાં રહેતી પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે કે, મારા લગ્ન 2006માં સુરત ખાતે રહેતા યુવક સાથે 16 વર્ષ પહેલાં લગ્ન થયા હતા, લગ્નના હજુ ચાર દિવસ માંડ થયા ત્યાં પતિ, સાસુ, સસરા અને દિયર ચારેય મારા પિતા પાસે કરિયાવરની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, અને કહ્યું હતું કે તાપી નદીમાં પડી જઈ મરી જાવ અને હું કંટાળી મહિલાએ તાપી નદીમાં પડતું મૂકીને આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પણ બચી ગઈ હતી. બાદમાં મારા સસરાના મોટાભાઈના ઘરે જઈ તેમના પત્નિએ સમાધાન કરાવ્યું હતું,
તમારા જમાઈને દેવું 7 લાખ જેવું થઈ ગયું ભરી જાવ
ત્યારબાદ બે- ત્રણ વખત અભયમ અને મહિલા પોલીસની સમજાવટ છતાં પણ સાસરિયાનો દહેજ મામલે ત્રાસ ઘટવાને બદલે વધતો ગયો હતો, પતિ ને દારૂ પીતો હોય અને મોજ શોખીન હોય જેથી દેવું વધી જતાં મારા સસરાએ મારા પિતાજીને ફોન કરી ને કહેલ કે તમારા જમાઈને દેવું 7 લાખ જેવું થઈ ગયું છે તમે આવી ને ભરી જાવ....અમે અમારી દીકરીને કારીયાવારમાં 7 લાખનો કરિયાવર આપ્યો છે, તો તમારી દીકરીને પણ કરિયાવર આપવો પડશે.. નકર તમારી દીકરી અને એના છોકરા લઈ નીકળી જાવ અથવા રૂપિયા ચૂકવો તેમ કહી મારા પિતાને ગાળો આપી હતી.
મહિલાએ સાસરિયા સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી
આ બનાવ અંગે પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ ભાવનગર મહિલા પોલીસમાં 498એ, 323, 504, 114 અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 3 અને 7 મુજબ ગુન્હો નોંધાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.