કામગીરી:દરેક સ્ટેટ GSTને DINનો ઉપયોગ કરવા માટે સુપ્રીમની આકરી ટકોર

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CGST દ્વારા ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશનનો ઉપયોગ કરાતો હતો
  • તમામ પત્રવ્યવહાર, નોટિસ તેમજ ઇમેલમાં પણ ડીઆઇએન નાખવો પડશે

જીએસટીના બે ફિરકા સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટીમાં ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન (ડીઆઇએન)ના અમલીકરણ બાબતે વિસંગતતાઓ પ્રવર્તિ રહી હતી. આ અગેનો વિસ્તૃત હેવાલ દિવ્ય ભાસ્કર જૂથના સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રસિધ્ધ થયો હતો. સુપ્રીમ કોર્ટે રીટ પીટીશનનો નિકાલ કરતા તમામ સ્ટેટ જીએસટીને ડીઆઇએનનું અમલીકરણ કરવા માટે ટકોર કરી છે.વર્ષ 2019માં જીએસટ કાઉન્સિલ દ્વારા અમલી બનાવવામાં આવ્યા બાદ સેન્ટ્રલ જીએસટીમાં ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર (ડીઆઇએન) ફરજીયાત બનાવવામાં આવ્યો છે.

સીજીએસટીના કર્મચારી અથવા અધિકારીએ કોઇપણ કેસ, તપાસ, ફાઇલ, સમન્સ સહિતની કામમગીરી કરવી હોય તો કોમ્પ્યુટરમાં સંબંધિત ફાઇલનો ડીઆઇએન નાંખવો જરૂરી બને છે, ત્યાં સુધી ફાઇલમાં કામગીરી આગળ ધપી શક્તી નથી. પરંતુ આ નિયમનું અમલીકરણ સ્ટેટ જીએસટીમાં કરવામાં આવી રહ્યું ન હતુ.સુપ્રીમ કોર્ટમાં પ્રદીપ ગોયલ દ્વારા દાખલ કરવામાં આવેલી રીટ પીટીશન સંબંધે દેશની તમામ સ્ટેટ જીએસટીને ડીઆઇએનનો ઉપયોગ કરવા માટે ટકોર કરવામાં આવી છે. જો કે, કર્ણાટક અને કેરળ સ્ટેટ જીએસટી દ્વારા શરૂઆતથી ડીઆઇએનનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

સ્ટેટ જીએસટીમાં પણ હવે સેન્ટ્રલ જીએસટીની માફક પત્ર વ્યવહાર, નોટિસ, ઇમેલ, પર્સનલ હિયરિંગ નોટિસ સહિતની બાબતો માટે ડીઆઇએનનું અમલીકરણ કરાવવામાં આવશે. અત્યારસુધી સ્ટેટ જીએસટી દ્વારા ડીઆઇએનનો ઉપયોગ કરવામાં આવતો ન હતો, તેથી અનેક જગ્યાએ ફાઇલો ગૂમ થવી, આડેધડ સમન્સ પાઠવવા, ખોટા પત્રથી ધમકાવી નાણા પડાવવા જેવી પ્રવૃત્તિઓ થતી હતી. આમ સર્વોચ્ચ ન્યાયાલયે તમામ સ્ટેટ જીએસટીને ડી.આઈ.એનનું અમલીકરણ કરવા માટે ટકોર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...