ભાવનગર નજીક વલભીપુર નવાગામ ઢાળ ખાતે આવેલ ઐતિહાસિક અને અલૌિકક આદિનાથ ભગવાનનું તિર્થ આવેલું છે.આ જિનાલયમાં આદિનાથ ભગવાનની 23.1 ઈંચ ઉચાઈની પ્રતિમા જિલ્લામાં સૌથી વધારે ઉંચાઈ ધરાવતી પ્રતિમા છે. 108 ફૂટનું ધરાવતું શિખર છે. ધ્વજાદંડ 25 ફૂટનો છે. મંદિરના ભોયરામાં 139 ફૂટ લાંબો 114 ફૂટ પહોળો છે જેમાં ભવિષ્યમાં જિનશાસનના ઈતિહાસને સુંદર રીતે પ્રગટ અને પ્રદર્શિત કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિનાલયમાં વિશાળ રંગમંડપ 87 ફૂટ લંબાઈ અને 87 ફૂટ પહોળાઈ ધરાવતો છે. જેની વિશેષતા એ છે કે વચ્ચે એકપણ સ્તંભ નાખવામાં આવ્યો છે.
આ રંગમંડપમાં ભાવિકો આસ્થા પૂર્વક વિશાળ સંખ્યામાં ભક્તિ કરી શકે તેવું બનાવવામાં આવ્યું છે. અયોધ્યાપુરમ તિર્થમાં ભોજનશાળા, ત્રણ ધર્મશાળા, ચાર સાધુ સાધ્વિજીના ઉતારા માટે ઉપાશ્રય આવેલા છે.ટ્રસ્ટની પોતાની ગૌશાળા આવેલી છે. જેમાં મોટી સંખ્યામાં પશુઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. તેમજ જૈન શ્રાવક શ્રાવિકાના ધો.6 થી 10ના બાળકો માટે ગુરૂકુળ તેમજ સ્કુલ બન્ને રહેવાની નિ:શુલ્ક સાથે વ્યવસ્થા કરવામાં આવી છે. જિનાલયના ભોયરામાં 45 આગમો ગોઠવવામાં આવ્યા છે. આ મંદિરના નિર્માણમાં પથ્થર, ઈંટ, રસ્સી, વાંસનો વિશાળ માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
આદિનાથ ભગવાનની 23.1 ફૂટની પ્રતિમા
300 ટનની શિલા જયપુરથી 150 ટાયરની ગાડીમાં લાવવામાં આવી હતી. જેને અયોધ્યાપૂરમ તીર્થ ખાતે પહોંચતા નવ મહિના લાગ્યા હતા. અને આ નવ મહિનામાં રસ્તો કાપતા રસ્તો નાનો હોવાથી અને ટ્રક પસા ન થઈ શકતા 18 પૂલ નવા બનાવવામાં આવ્યા હતા. ત્યારે આ શિલા જયપુરથી અયોધ્યાપૂરમ ખાતે નવ માસ બાદ પહોંચી હતી. જેની 2002માં બંધુબેલડી આચાર્ય ભગવંત જિનચંદ્રસાગર અને હેમચંદ્ર સાગર મહારાજસાહેબની નિશ્રામાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.