તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખોટો માલ નિકાસ કરનાર અલંકાર મરીનને સમન્સ

ભાવનગર25 દિવસ પહેલા
 • કૉપી લિંક

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે આવતા જહાજો માંથી નીકળતી મશીનરીઓ નું એકસપોર્ટ અમદાવાદ એરપોર્ટ ખાતેથી કરવામાં આવે છે‌. ભાવનગરની એક નિકાસકાર પેઢી દ્વારા શીપીંગ દિલ માં દર્શાવ્યા પ્રમાણે થી વિપરીત માલ એક્સપોર્ટ કરાતો હોવાનું કસ્ટમ તંત્રને ધ્યાનમાં આવતા અમદાવાદ કસ્ટમ્સ દ્વારા ભાવનગરની પેઢીને સમન્સ પાઠવવામાં આવ્યું છે.

ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં અલંકાર મરીન ના નામે નિકાસકાર પેઢીનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલું છે. આબેઠી દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી દુબઈ શીપની મશીનરી ના નામે અન્ય કોઈ વસ્તુઓ એક્સપોર્ટ કરવાની કોશિશ કરતા અમદાવાદ કસ્ટમ છે નિકાસ થનાર માલ ની ચકાસણી કરતા તે શિપિંગ મુજબની નહીં હોવાનું જણાય આવ્યું હતું. અમદાવાદ કસ્ટમ દ્વારા ભાવનગરની નિકાસકાર પેઢી અલંકાર મરીન ને માલની નિકાસ અંગેના યોગ્ય દસ્તાવેજો લઈ રૂબરૂ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું.

દરમિયાન કસ્ટમ માંથી જાણવા મળ્યા મુજબ, અલંકાર મરીન સ્થળે નોંધાયેલી છે અને જે વ્યક્તિના નામે નોંધાયેલી છે તે સ્થળ અને તે વ્યક્તિને આવા કોઈ પણ જાતની નિકાસ કરાતી હોવાની જાણ હતી નહીં . આમ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ખોટી નિકાસ નું કાર્ય કરી અને ખોટો માલ દિલમાં દર્શાવી વધુ રકમનુંનું બિલ બનાવી અને આઇ જીએસટી નું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની દિશામાં તંત્ર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

શંકાના વમળમાં આ તમામ બાબતો છે
જયેશભાઇ રમેશભાઇ વેદાણીના નામથી અલંકાર મરિન, હાદાનગરના સરનામે પેઢીનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ હતુ. આ પેઢી દ્વારા શિપિંગ બિલમાં માલ દર્શાવ્યા પ્રમાણેનો નહિ પરંતુ અન્ય માલ મોકલી રિફંડ માટે ગેરરીતિઓ આચરવામાં આવી હતી. ચાર્ટર્ડ એન્જીનિયર પ્રમાણપત્ર આપે છે તો તેઓના દ્વારા માલની ફિઝિકલ ચકાસણી થાય છે કે કેમ?, જીએસટી નંબરની ફાળવણી કરનાર સક્ષમ અધિકારી દ્વારા અલંકાર મરિનની સ્થળ ચકાસણી કરવામાં આવી હતી કે કેમ?, જયેશ વેદાણીના દસ્તાવેજોનો ઉપયોગ કરી બેંંકમાં તેઓના નામે ખાતા ખોલાવનાર કોણ છે?. આ તમામ બાબતોની પણ તલસ્પર્શી ચકાસણી થવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો