તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરંપરા:સૂફીસંતો પોતાના માટે તો નિર્જીવ છે પરંતુ માનવતા અને એકતા માટે જીવંત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • “ ગુજરાતમાં સૂફી પરંપરા : એક ઐતિહાસિક અધ્યયન” પર ડૉ. કોમેલ રાજાણી પીએચડી થયા

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવ. યુનિ.ના ઈતિહાસ અભવનના અધ્યક્ષ ડૉ.એમ. જે. પરમારના માર્ગદર્શન હેઠળ ડૉ. કોમેલ અબ્બાસ હૈદરઅલી રાજાણીએ “ ગુજરાતમાં સૂફી પરંપરા : એક ઐતિહાસિક અધ્યયન” વિષય પર મહાશોધ નિબંધ રજુ કરી પીએચ.ડી પૂર્ણ કરેલ છે. ગુજરાતમાં સૂફી પરંપરા: એક ઐતિહાસિક અધ્યયન વિષયનો તલસ્પર્શી અભ્યાસ કરીને સૂફી શબ્દની વિભાવનાથી લઈને સૂફીસંતોના જીવન-કવન તથા સૂફીઓના આદર્શ વિચારોને મહાશોધ નિબંધમાં રજુ કર્યા છે.

સમાજમાં સૂફી પરંપરાનું મહત્વ, લોકઉપયોગી કાર્યો, આધ્યાત્મિક, સાંસ્કૃતિક તથા સાહિત્ય ક્ષેત્રે સૂફીઓનું યોગદાન જાણવાના હેતુ સાથે ઉપરોક્ત વિષયની પસંદગી કરવામાં આવી હતી. સૂફ પરથી સૂફી શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. સૂફીસંતો પોતાના માટે નિર્જીવ છે પરંતુ માનવતા અને એકતા માટે જીવંત છે. સૂફી મત ઉદારતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હું સૌનો છુ અને સૌ મારા છે. એવા વિચારને ચરિતાર્થ સૂફીસંત કરે છે. ભારત અને ગુજરાતમાં સૂફીઓનું આગમન મધ્યકાલીન સમયમાં થયું હતું.

ગરીબોની સેવા અને ભૂખ્યાઓને ભોજન ગુજરાતના સૂફીઓની અગ્રીમતા રહી છે. કવ્વાલી, ગઝલ, શાયરીમાં સૂફીઓનું સાહિત્ય ક્ષેત્રે અમુલ્ય પ્રદાન રહ્યું છે. આ પીએચ.ડી મુક્ત મૌખીકીમાં રાજકોટથી પ્રો. ડો. કલ્પા માણેક ઉપસ્થિત રહ્યા હતા તથા શામળદાસ કોલેજના કાર્યકારી આચાર્ય ડો. જે. બી. ગોહિલ તથા ડો. એલ. યુ. વાઢેળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...