આત્મહત્યા:પ્રિન્સીપાલની બીભત્સ માંગથી ત્રસ્ત યુવતીએ કર્યો આપઘાત

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાલિતાણાની ચ.મો.વિદ્યાલય ચર્ચામાં
  • 1 એપ્રિલના દીકરીના અગ્નિસ્નાન બાદ તેનાં કપડા નીચેથી ચિઠ્ઠી મળતા પિતાએ નોંધાવી ફરિયાદ

પાલિતાણાના હાથિયાધાર ગામે રહેતા અને પાણી પુરવઠા બોર્ડમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા ચાર દીકરી અને એક દીકરાના પિતાની એક દીકરીએ પાલિતાણાની સ્કુલના પ્રીન્સીપાલની બીભત્સ માંગણીથી ત્રાસી જઇ જાતે અગ્નિસ્નાન કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.જો કે દીકરીના મોત બાદ તેણીના કપડા નીચેથી એક ચીઠઠી મળતા પ્રિન્સીપાલ નો ભાંડો ફૂટયો હતો. અને તેની વિરૂધ્ધ પોતાની દીકરીને મરવા મજબુર કરાયાની પિતાએ પોલીસ ફરિયાદ નોધાવી છે.

અકસ્માતે મોતની જાહેરાત પોલીસમા આપી હતી
હાથિયાધારના શામજીભાઇ ઉકાભાઇ સાગઠીયા અનુજાતી એ પાલિતાણાની સી.એમ.સ્કુલના પ્રીન્સીપાલ ઘનશ્યામસિંહ રાઠોડ સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે તેની દિકરી પ્રજ્ઞનાબેન (ઉ.વ.27) કે જે રાજકોટ ગાર્ડી કોલેજમાં એમ.એડ.સેમેસ્ટર ત્રીજામાં અભ્યાસ કરતા હતા.જેમણે ગત તા.1/4/2020 ના રોજ પોતાના ઘરે બાથરૂમમા જાતે અગ્નિસ્નાન કરી લીધુ હતુ.જેમાં કોઇ અગમ્ય કારણસર આ પગલુ ભરાયાનુ તે સમયે લાગેલ. જેથી અકસ્માતે મોતની જાહેરાત પોલીસમા આપી હતી.

પાલિતાણામા ભારે ચકચાર મચી જવા પામી ​​​​​​​
બાદમા પ્રજ્ઞાબેનના કપડા નીચેથી પ્રજ્ઞનાબેને તેમના હાથે લખેલી એક છ પાનાની ચીઠઠી મળી આવેલ જેમા તેણે જેને જેને મળી હતી. તેઓના અનુભવ જણાવ્યા હતા.પાલિતાણાની સી.એમ.સ્કુલના પ્રિન્સીપાલ ઘનશ્યામસિંહ રાઠોડ તેને અવાર નવાર કપડા કાઢવા,બીભત્સ મેસેજ કરવા સહિતની જુદી જુદી બીભત્સ હરકતો કરાવતા હોવાનુ અને તેનાથી પોતે ત્રાસી જલ જાતે અગ્નિસ્નાન કરી લીધાનુ જણાવ્યું હતુ. આ બનાવ અંગે પાલિતાણા પોલીસે જુદી જુદી કલમો અને એટ્રોસીટી હેઠળ ગુન્હો દાખલ કરી બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે. હાલ ઘનશ્યામસિંહ રાઠોડ ફરાર છે. આ મામલે પાલિતાણામા ભારે ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...