સારવાર:બાળકના હૃદયરોગનું સફળ ઓપરેશન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘોઘા તાલુકાના છાયા ગામે રહેતાં અરવિંદભાઇ વેલજીભાઈ બારીયાના પુત્ર આરવની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ દ્વારા તપાસ કરતા બાળકને જન્મજાત હૃદયરોગ જણાયો હતો. જેમાં આરવને હૃદયમાં કાણું તથા હૃદયની નળીઓમાં જન્મજાત ખામી જોવાં મળી હતી. આ અન્વયે તુરંત જ સંદર્ભ કાર્ડ તથા દરખાસ્ત પત્રક ભરી આપવામાં આવ્યું હતું. પહેલાં ભાવનગર ખાતે આવેલ સર ટી. હોસ્પિટલ ખાતે તથા ત્યારબાદ અમદાવાદ ખાતે આવેલ યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે આ બાળકને રીફર કરવામાં આવ્યો હતો. આરવને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તથા શરીર ભૂરું પડી જવાની તકલીફ હતી.

આથી તા. 23 ઓગસ્ટ, 2021ના રોજ બાળકને સર ટી. હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યું હતું. જ્યાંથી તા. ૨2 ઓગસ્ટે યુ. એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. જેમાં બાળકને તે જ તારીખે દાખલ કરવામાં આવ્યો હતો અને તા. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ આરવનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. વિનામૂલ્યે સફળ ઓપરેશન થતાં બાળકને પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...