રજૂઆત:દસ્તાવેજની ફી ઓનલાઇન ભરવા મામલે કલકેટરને કરાઇ રજુઆત

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કલેકશન સેન્ટર અને બેન્કો પણ નિયમીત થાય તે જરૂરી
  • ઇ-સ્ટેમ્પીંગ અને ફ્રેકીંગની કામગીરી પણ સમયસર થઇ શકતી ન હોય લોકોને પારાવાર પરેશાની

સરકાર દ્વારા લોકડાઉન-3 પુર્ણ થયા બાદ તબકકાવાર સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજની કામગીરી  ચાલુ કરવામા઼ આવી છે. જેમાં સરકાર તરફથી તમામ પ્રકારની ભરવાની થતી ફી ફરજીયાત ઓનલાઇન ભરપાઇ કરવાની રહે છે.તેવી જોગવાઇઓ બહાર પાડવામાં આવી છે.જેના કારણે વકીલો તથા અરજદારોને ફરજીયાત તમામ પ્રકારની ફી ઓનલાઇન જ ભરવા માટે મજબુર બનેલ છે.આવા સંજોગોમાં સરકારની ગરવીની વેબસાઇટ કાર્યક્ષમ રીતે ચાલતી ન હોવાથી લોકોને ફી ઓનલાઇન ભરવામા પારાવાર મુશ્કેલી પડે છે.

કેટલીકવાર થો પૈસા કપાઇ જાય અને ઇ ચલણ જનરેટ થતુ નથી.જેથી રીફન્ડમા પારાવાર સમયનો બગાડ થાય છે.નાની-મોટી તમામ ફી ઓનલાઇન ભરવાની થતી હોય અમુક સંજોગોમા અરજદાર પાસે સાધનોનો અભાવ હોય છે.જેથી ઓનલાઇન ફી ને ફરજીયાતને બદલે મરજીયાત કરવામા આવે તો ઘણી સરળતા રહે તેમ છે. ઇ-સ્ટેમ્પીંગ માટે સ્ટોક હોલ્ડીંગની ઓફીસે ઇ-સ્ટમ્પીંગની કામગીરી બે દીવસથી બંધ છે. તેમજ ઇ-ફ્રેકીંગની કામગીરી પણ બંધ છે.સ્ટોક હોલ્ડીંગની કામગીરી માટે જેજે લોકોને ઓથોરાઇઝડ કલેકશન સેન્ટર તરીકે નિમવામાં આવ્યા છે.તેઓ ઉપર સ્ટોક હોલ્ડીંગનો કોઇ કંન્ટ્રોલ નથી.

અન્ય સમાચારો પણ છે...