તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ધોરણ 10-12ની ફી પરત કરવા શિક્ષણ બોર્ડ સમક્ષ રજૂઆત

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માસ પ્રમોશન હોય પરીક્ષા ફી પરત કરો
  • બોર્ડના 16 લાખથી વધુ વિદ્યાર્થીઓની આશરે 45 કરોડ જેટલી ફી પરત કરવા માટે વાલી મંડળની માંગ

ધોરણ 10 અને 12માં રાજ્ય સરકારે માસ પ્રમોશન આપ્યું છે. જે અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના 16 લાખથી વધુ વિદ્યાર્થીઓની આશરે 45 કરોડ જેટલી ફી પરત કરવા માટેની ઓલ ગુજરાત વાલી મંડળે માંગણી કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજ્યમાં ધોરણ 10 અને 12મામાં 16થી 17 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે.

તેમની પરીક્ષા ફીની કિંમત આશરે રૂ. 45 કરોડ જેટલી થાય છે. પરીક્ષા યોજાવાની નથી તો ફી વિદ્યાર્થીઓને પરત આપવાનું કહ્યું છે. કોરોના મહામારીમાં મધ્યમ વર્ગ પાસે યોગ્ય પ્રમાણમાં નોકરી કે ધંધો નથી, તેથી આ રકમ પરત કરવામાં આવે તેવી અમારી માગણી છે. બોર્ડના ધોરણ 10 અને ધો.12ની ફી ઉપરાંત કેજીથી ધોરણ 3ના વિદ્યાર્થીઓને ફી ભરવામાંથી મુક્તિ આપવાની ઓલ ગુજરાત વાલી મંડળે માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...