સિનિયોરીટીમાં એક વર્ષ નુકસાન:એલ.એલ.બી.ની પરીક્ષા નિર્ધારિત સમયે લેવા રજૂઆત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેમેસ્ટર 6નું પરિણામ મોડું આવે અને પરીક્ષા દૂર થાય
  • બાર કાઉન્સિલની પરીક્ષા એક વર્ષ પછી દેવાની થવાથી સિનિયોરીટીમાં એક વર્ષ નુકસાન

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં એલએલબી સેમેસ્ટર 6નું પરિણામ મોડું આવે અને પરીક્ષા દૂર થાય તેનાથી બાર કાઉન્સિલની પરીક્ષા એક વર્ષ પછી દેવાની થવાથી સિનિયોરીટીમાં એક વર્ષ નુકસાન થવાને કારણે સેનેટ સભ્ય મહેબૂબ બ્લોચ દ્વારા પરીક્ષા નિર્ધારિત સમયે લેવા રજૂઆત કરવામાં આવી છે.

યુનિવર્સિટી દ્વારા એક મહિના અગાઉ પરીક્ષાની તારીખ જાહેર કરાઈ હતી. વિદ્યાર્થીઓ તૈયારીમાં વ્યસ્ત હતા અને તારીખ 23થી પરીક્ષા શરૂ થવાની હતી. જેની સંપૂર્ણ તૈયારી પણ કરી લીધી છે અને હવે તારીખ 3 જાન્યુઆરીથી શરૂ થવાની જાણકારી મળતા વિદ્યાર્થીઓને સિનિયોરીટીમાં નુકસાન થાય તેમ છે તેમ યુનિવર્સિટીના સભ્ય મહેબૂબ બલોચે કુલ સચિવ સમક્ષ રજૂઆત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એલ.એલ.બી.ની પરીક્ષા અગાઉના સમયપત્રક મુજબ તારીખ 23 ડિસેમ્બરથી શરૂ થવાની હતી પરંતુ પ્રશ્નપત્ર તૈયાર ન થયા હોય કે તેવા કોઈ કારણોસર આ પરીક્ષા તારીખ 3 જાન્યુઆરી સુધી પાછી ઠેલવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...