રજુઆત:ભાવનગર-સુરત, હરિદ્વારની ટ્રેન માટે રેલ મંત્રીને રજુઆત

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરને રેલ સેવાઓ માટે સાંસદ આવ્યા મેદાનમાં

ભાવનગરને રેલવે કનેક્ટિવિટી અને નવી ટ્રેનોની સુવિધાઓ મળે તેવા હેતુથી ભાવનગર-બોટાદના સાંસદ અને શાસક ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ.ભારતીબેન શિયાળે રેલ મંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆતો કરી છે. ભાવનગર અને સુરત વચ્ચે દૈનિક ધોરણે હેવી ટ્રાફિક રહે છે, અને સડકમાર્ગે ટ્રાફિકનું ભારણ વધુ છે. નાગરિકોને સવલતાર્થે ભાવનગર-સુરત વચ્ચે દૈનિક ટ્રેન શરૂ કરાવવા માટે તથા ભાવનગર હરિદ્વાર ટ્રેનની લાંબા સમયથી માંગણી પડતર છે તેનું નિરાકરણ લાવી અને ભાવનગરને નવી સુવિધા આપવા માટે ડૉ.શિયાળે રેલવે મંત્રી દર્શનાબેન જરદૌશને રૂબરૂ મળી રજૂઆત કરી હતી, અને ભાવનગર-સુરત વચ્ચે દૈનિક ટ્રાફિક અંગે માહિતગાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...