તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જશોનાથ વિસ્તારના દબાણો હટાવવા ચેમ્બર દ્વારા રજૂઆત, લોકો દ્વારા અનેક ગેરકાયદેસર દબાણો કરાયા છે

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જશોનાથ ચોકમાં નો પાર્કિંગ ઝોન રદ કરવા અને તે વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.આ વિસ્તારનાં વેપારીઓ, બહારગામથી આવતા મુસાફરો તથા જશોનાથ ચોકમાં આવેલ ટેક્સી સ્ટેન્ડના લોકો પોતાના ફોર વ્હીલર વાહનો તળાવની પાળ પાસે પાર્ક કરતા હોય છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા આ જગ્યામાં નો પાર્કિંગના બોર્ડ લગાવવામાં આવ્યા છે. જશોનાથ વિસ્તારમાં લોકો દ્વારા અનેક ગેરકાયદેસર દબાણો કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...