તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓની જીત:એમએસસી આઇસી પુન: શરૂ કરવા નિર્ણય

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 સપ્ટેમ્બરથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે
  • અભ્યાસક્રમ બંધ કરાયા બાદ 3 સભ્યોની રચાયેલી કમિટિની ભલામણનો કરાયેલો સ્વીકાર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા એકાએક એમએસસી આઇસી અભ્યાસક્રમ બંધ કરી દેવાયા બાદ શૈક્ષણિક વર્ષ 2020-21માં તૃતિય વર્ષ બીએસસી આઇસી સાથે પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની એમએસસી આઇસી શરૂ કરવાની માંગનુ ધ્યાને લઇને કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાએ 3 સિન્ડિકેટ સભ્યોની કમિટિ રચી હતી. આ કમિટિની ભલામણો તેમજ વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આ વર્ષે એમએસસી આઇસીનો અભ્યાસ ક્રમ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.

એમએસસી આઇસીનો કોર્સ શાંતિલાલ શાહ ફાર્મસી કોલેજમાં ચાલશે. વર્ષ 2021-22ની એમએસસી-આઇસીની પ્રવેશ પ્રક્રિયા તા.8 સપ્ટેમ્બરથી ઓનલાઇન શરુ કરવામાં આવશે. જે અંગેનો વિગતવાર કાર્યક્રમ આગામી બે દિવસમાં જાહેર કરવામાં આવશે. જેની સંબંધિતોને નોંધ લેવી. જો વિદ્યાર્થીઓને પ્રવેશ સંદર્ભે કોઇ પૂછપરછ કરવાની હોય તેમણે ફાર્મસી કોલેજના આચાર્યનો સંપર્ક કરવાનો રહેશે તેમ કુલસચિવે જણાવ્યું છે. આમ યુનિવર્સિટી દ્વારા એમએસસી. આઈસીનો કોર્સ બંધ કરવાના નિર્ણય બાદ વિદ્યાર્થીઓનો વિરોધ થયો અને પ્રબળ માંગ ઉઠ્યા બાદ આખરે યુનિવર્સિટીએ આખરે નવ વર્ષથી આ કોર્સ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...