થોડા સમય પહેલાં ભાવનગર ખાતે આવેલ સ્ટેશનરીના વેપાર સાથે સંકળાયેલાં વેપારીઓ અને ઉદ્યોગકારોના એસોસીયેશન દ્વારા શાળામાં થતાં સ્ટેશનરીના વેચાણને અટકાવવાં માટે એસોસિયેશન વતી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જેનો સાનુકૂળ પ્રતિસાદ આપતાં જિલ્લા કલેક્ટર દ્વારા આ આવેદન પત્રને આધારે જિલ્લા શિક્ષણાધિકારીને આ આવેદન મોકલવામાં આવ્યું હતું. અને આજરોજ જિલ્લા શિક્ષણાઘિકારી એન.જી.વ્યાસે આ આવેદન પત્રને ધ્યાને લઇને જિલ્લાની શાળાઓમાં સ્ટેશનરીનું વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરવાં માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સંચાલકો અને આચાર્યઓને પરિપત્ર પાઠવીને જાણ કરી છે.ઉલ્લેખનીય છે કે, ભાવનગરની જે-તે શાળાઓ દ્વારા તેમના વિદ્યાર્થીઓને તેમના કેમ્પસમાંથી જ સ્ટેશનરી ખરીદવાં ફરજ પાડવામાં આવતી હતી. જે વિદ્યાર્થીઓ અને વાલીઓને પડતરમાં મોંઘી પડે છે. આ ઉપરાંત સ્ટેશનરીના વેપારીઓને નુકશાન જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.