તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ શરૂ:ધોરણ 6 થી 8ની સ્કૂલો શરૂ થતાં જ વિદ્યાર્થીઓ-શિક્ષકો ખુશખુશાલ, ભાવનગર જિલ્લાની કુલ 1270 શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ

ભાવનગર16 દિવસ પહેલા
  • પાનવાડી ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી શાળા નંબર.38 શાળાના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું
  • ભાવનગર શહેર અને જિલ્લામાં ઘોરણ 6 થી 8ની કુલ 1270 શાળાઓનું શૈક્ષણિક કાર્ય શરૂ

ભાવનગર શહેરમાં આવેલ પ્રાથમિક શાળાઓમાં આજથી વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓ-શિક્ષકો ખુશ થયા હતા છેલ્લા દોઢ વર્ષથી શૈક્ષણિક કાર્ય બંધ હતું જે ઘણા સમય બાદ આજથી ઘોરણ 6 થી 8 શિક્ષણનો ઓફલાઈન પ્રારંભ થયો હતો.

ભાવનગર શહેર અને જિલ્લામાં ઘોરણ 6 થી 8 શાળાઓ સરકાર દ્વારા આજથી શરૂ કરવામાં આવી છે જેમાં ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની 1218 શાળાઓ તથા મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ 52 શાળાઓ, આમ ભાવનગરમાં ધોરણ 6 થી 8 કુલ 1270 શાળાઓમાં આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે.

કોરોનાની બીજી લહેર ધીમી પડતા હવે સરકાર દ્વારા ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે કોરોનાની બીજી લહેરની શરૂઆત થતાં જ સંપૂર્ણ શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું હતું. જેને કારણે અનેક અગવડ પડી રહી હતી, શાળાઓમાં આજથી ધોરણ 6 થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. સ્કૂલોએ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિ મેળવી છે. વિદ્યાર્થીઓમાં પણ ઓફલાઈન અભ્યાસને લઈને ખુશી દેખાઈ રહી છે.

ઘોરણ-6માં અભ્યાસ કરતી ક્રિષ્ના મકવાણાએ જણાવ્યું હતું કે શાળાના પહેલા દિવસે અમને ખૂબ જ મજા આવી શાળાનું વાતાવરણ ઘરના વાતાવરણ કરતા ખૂબ જ શાંત હતું તેથી ભણવામાં પણ બહુ જ મજા આવી હતી.

શાળાના શિક્ષક જીતેન્દ્રભાઈ જોષીએ જણાવ્યું હતું કે જે આજથી શિક્ષણકાર્ય શરૂ થયું તેમનો અમને પણ ખૂબ જ આનંદ થયો છે શાળામાં આજે 50 ટકા કેપેસિટી સાથે શરૂ થયું હતું. જેને લઈ શાળામાં એક બેન્ચ પર એક વિદ્યાર્થી બેઠવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, શાળાઓમાં વર્ગખંડમાં બાળકો વગર સૂનું લાગતું હતું જે હવે શિક્ષણ શરૂ થતા ખિલખિલાટ જોવા મળી રહ્યો છે.

ઘોરણ 6 માં અભ્યાસ કરતો નૈતિક પરમારએ જણાવ્યું હતું કે કોરોનાના બાદ શાળાઓ શરૂ થતા ખૂબ જ આનંદ થયો હતો, આજથી અમારી શાળા શરૂ થતા શાળાના ભણવાની ખૂબ મજા આવી હતી.

શાળાના આચાર્ય ઈદ્રિશ કુરેશીએ જણાવ્યું હતું કે શાળાઓ આજથી વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. પહેલા જ દિવસે 50 ટકા કેપેસીટી સાથે વિદ્યાર્થીઓ હાજર રહ્યાં છે. શાળાઓ દોઢ વર્ષથી શૈક્ષણિક કાર્ય બંધ હતું ત્યારે આજ થી શરૂ થતાં બાળકો અને શિક્ષકો ખુશ-ખુશાલ થયા હતા અને શાળાઓના વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે બેસાડવામાં આવ્યાં હતાં. સરકારની તમામ ગાઈટ લાઈનનું પાલન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...