મુલાકાત:ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓએ અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લીધી

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બી.એ.વિભાગની વિધાર્થીનીઓએ અમદાવાદ ખાતે આવેલ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

વર્ષ દરમ્યાન વિવિધ જગ્યાની મુલાકાત લેવામાં આવે છે
નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસની સાથે વિવિધ કંપનીઓનું મેનેજમેન્ટ કઈ રીતે ચાલે છે તે પ્રેક્ટીકલી જોવા માટે વર્ષ દરમિયાન વિવિધ ફેકલ્ટીની વિધાર્થીનીઓ માટે ગુજરાતની ખ્યાતનામ કંપનીઓ, દૂધ ડેરીઓ, મંડળીઓ, વિવિધ આશ્રમ, સહકારી સંસ્થા તેમજ અન્ય વિવિધ જગ્યાની મુલાકાત લેવામાં આવે છે.

ગાંધીજીના મુલ્યો વિસ્તૃત માહિતી મેળવી
જેના ભાગરૂપે નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બી.એ. વિભાગની વિધાર્થીનીઓએ અમદાવાદ ખાતે આવેલ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિધાર્થીનીઓએ ગાંધીજીના મુલ્યો, તેમની સત્યનિષ્ઠા, કરુણા, તેમના વિચારો વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...