ગણેશમહોત્સવની ઉજવણી:ભાવનગરની કે.આર.દોશી કોલેજના વિદ્યાર્થીઓએ ઇકો ફેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂર્તિનું સ્થાપન બાદ પ્રથમ દિવસે સમૂહ આરતી કરવામાં આવી

ભાવનગર શહેરના ઘોઘા-સર્કલ વિસ્તારમાં આવેલી કે.આર.દોશી. ગ્રૂપ ઓફ કોલેજ દ્વારા પર્યાવરણને અનુરૂપ ઇકો ફ્રેંન્ડલી ગણપતીની મૂર્તિ બનાવવામાં આવી છે. પ્રથમ દિવસે બાપ્પાના સ્થાપના કરી તેની સમૂહ આરતી કરવામાં આવી હતી.

દર વર્ષે વિદ્યાર્થીઓ ઈકો ફેન્ડલીની મૂર્તિ બનાવે છે
રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલી કે.આર.દોશી કોલેજ ખાતે માટી, છાણ, નાળીયેરના છાલા, કાથી વગેરેના ઉપયોગ કરી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે ઇકો ફ્રેંન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ માટી, છાણ, નાળીયેરના છાલા, કાથી વગેરેનો ઉપયોગ કરી ગણપતિની મૂર્તિ બનાવે છે.

દિનપ્રતિદિન મૂર્તિઓના નિર્માણમાં પર્યાવરણ માટે હાનિકારક એવા પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. પી.ઓ.પીની બનાવાયેલી મૂર્તિઓના વિસર્જન બાદ તે પાણીમાં ખૂબ મોટા પાયે નુકસાન કરે છે, જેના કારણે પાણી પર નભતા જીવો પર ખતરો ઉભો થયો છે. લોકોમાં જાગૃતિ આવે અને પર્યાવરણને થતા નુકશાનને અટકાવવા કે.આર.દોશી કોલેજ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશમૂર્તિ બનાવી હતી. ત્યારે ઈકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કર્યા બાદ સમૂહ આરતી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...