તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફાઈ:મહુવાના ભવાની બીચમાંથી છાત્રોએ 3 ટન કચરાનો નિકાલ

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્લાસ્ટિકના ફસાઈ ને મારી જતી માછલીઓ જોઈને આવ્યો વિચાર
  • ભાવનગરના દરેક બીચ ને સફાઈ ની જરૂર

ભાવનગર નાં મહુવા ખાતે આવેલ ભવાની મંદિર ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે. આ મંદિર નાં લીધે મહુવા બીચ એ ભવાની બીચ તરીકે પણ ઓળખાય છે. શનિ અને રવિવારે આ બીચ પર ઘણા લોકો ફરવા અને દર્શન કરવા આવે છે. એનવાયરમેન્ટ કન્ઝર્વેશન યુથ કલબ દ્વારા અત્યાર સુધીમાં લોકો અને ઉદ્યોગો દ્વારા નાખવામાં આવેલો 3 ટન કચરો એકઠો કરી અને બીચ ની સફાઈ કરવામાં આવી છે.આ ગ્રુપ માં 45 થી 50 જેટલા વિદ્યાર્થીઓ છે. અલગ અલગ સ્ટ્રીમ માં ભણતા આ વિદ્યાર્થીઓ જ્યારે બીચ પર જતા ત્યારે ખૂબ વધારે કચરો જોતા હતા.

પ્લાસ્ટિક માં ગૂંગળાઈ ને કે ફસાઈ ને મારી જતી માછલીઓ, સ્ટાર ફિશ અને અન્ય સમુદ્રી જીવો મરી જતા હતા. ત્યારબાદ તેમને દર રવિવારે બીચ ની સફાઈ કરવાનું શરૂ કર્યું. સાત મહિના પહેલા શરૂ કરેલ સફાઈ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં તેઓએ 3 ટન કચરો એકઠો કર્યો છે. ગ્રુપ નાં લીડર જયદીપ ભાઈ જણાવે છે કે આ કચરામાં મોટેભાગે પ્રવાસન સ્થળ નાં લીધે પ્લાસ્ટિક ની બોટલો, નાસ્તાના પડિકાઓ, ઉદ્યોગો દ્વારા ફેંકવામાં આવતા દોરડાઓ, માછલી પકડવાની જાળી અને અન્ય સાધનો વગેરે જોવા મળે છે. આ કચરાને ભેગો કરીને નગરપાલિકા ને સોંપી દેવામાં આવે છે.

બીચ પર અમે કચરાપેટી પણ મુકેલી છે
મહુવા ખાતે આવેલ ભવાની બીચ નો પટ્ટો બે કિલોમીટર જેટલો લાંબો છે. અમારા કામની જાણકારી મળતાં પીડીલાઈટ ઇન્ડસ્ટ્રી દ્વારા પણ અમને કચરો ભરવા બેગ, એકઠો કરવા રોડ અને ગ્લવસ વગેરે આપવમાં આવ્યા હતા. અમે અહી કચરાપેટી પણ મુકાવી છે જેથી લોકો કચરો તેમાં નાખે. મરીન વિભાગ દ્વારા પણ અહીં થોડા થોડા સમયે તપાસ કરીને લોકો કચરો ફેંકતા હોય તેમને દંડ પણ કરવામાં આવે છે. નગરપાલિકા દ્વારા પણ પૂરતો સહયોગ આપવામાં આવે છે. સાયકલોન બાદ પણ અમે લોકોએ પડી ગયેલા વૃક્ષો વાવવા માટે પ્રયત્નો કર્યા છે. - જય પંડ્યા, મેમ્બર,એનવાયરમેન્ટ કન્ઝર્વેશન યુથ કલબ

અન્ય સમાચારો પણ છે...