તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ભાવનગર એમ.કે.બી યુનિવર્સિટીમાં ત્રીજા તબક્કાની પરીક્ષા કોરોનાકાળમાં મોકૂફ રાખવા વિદ્યાર્થીઓની માંગ

ભાવનગર4 મહિનો પહેલા
  • વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસમાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે

આગામી 7 ડિસેમ્બરથી ભાવનગર યુનિવર્સિટી ખાતે UG,PGની પરીક્ષાનો પ્રારંભ થશે. ત્યારે ગુજરાતની અન્ય યુનિવર્સિટીમાં આ પરીક્ષાઓ હાલ પૂરતી રદ કરી નાખવામાં આવી છે. ત્યારે વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે આ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે તેવી માંગ સાથે પરીક્ષાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચ્યા હતા.

ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરી હોવાનું યુનિ.એ જણાવ્યું
કોરોના મહામારીને લઈને ગુજરાતમાં લેવાનારી સ્નાતકની ત્રીજા તબક્કાની પરીક્ષાને ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ યુનિવર્સિટી, તેમજ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા હાલ પૂરતી પરીક્ષા રદ કરી છે. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે આગામી 7 તારીખથી યુનિવર્સિટીમાં યુ.જી સેમ -3 અને સેમ -5 તથા પી.જી સેમ -3 ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. તેમાં 28 હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. જેથી આ પરીક્ષા રદ કરવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈ જતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બળપ્રયોગ કરવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે બાદમાં મામલો શાંત પડી ગયો હતો. જો કે યુનિવર્સિટી દ્વારા કોરોનાની ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખી તમામ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

પરીક્ષા 30 દિવસ બાદ લેવામાં આવે તેવી માંગ
વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસમાં ઘણી મુશ્કેલીઓ પડી છે. જરૂરી કોર્સ પણ હજુ તમામ વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસમાં પૂર્ણ નથી થયો. બીજી તરફ કોરોના મહામારીમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં ગામડેથી અને અન્ય સ્થળેથી વિદ્યાર્થીઓ આવશે અને કોરોના સંક્રમણ વધશે. જેથી આ પરિસ્થિતિમાં પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે અને 30 દિવસ પછી લેવામાં આવે તે માટે રજુઆત કરવામાં આવી હતી.

(ભરત વ્યાસ-ભાવનગર)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો