વિદ્યાર્થિની ઝળકી:નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વિદ્યાર્થિની 36મી નેશનલ ગેમ ટુર્નામેન્ટમાં જુડો સ્પર્ધામાં પસંદગી

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર ખાતે એમ.કોમ. માં અભ્યાસ કરતી કુ. રુચીકાબા મહેન્દ્રસિંહ જાડેજાની તાજેતરમાં રમાયેલી 36મી નેશનલ ગેમમાં ગુજરાતની જુડોની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી.
કેમ્પ દરમિયાન ઉત્કૃષ્ઠ પ્રદર્શન
નડિયાદ ખાતે પસંદગી પામેલા ગુજરાતના તમામ ખેલાડીઓનો કેમ્પ યોજાયો હતો. જેમાં કુ. રુચીકાબા જાડેજા એ કેમ્પ દરમિયાન ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી નેશનલ ગેમ માટે 78 Kg.ની કેટેગરીમાં ગુજરાતની ટીમમાં પસંદગી પામી હતી.
સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યાં
36મી નેશનલ ગેમની જુડો સ્પર્ધા ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી. જેમાં 78 Kg. કેટેગરીમાં ભાગ લઇ ભાવનગર અને કોલેજનું ગૌરવ વધાર્યું હતું. કુ. રુચીકાબા જાડેજાની નેશનલ ગેમ સ્પર્ધામાં પસંદગી પામવા બદલ કોલેજના ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...