એસટી બસ સલામત સવારી અને સમયસર અને સુરક્ષિત સવારીના ગાણા ભલે ગાતા હોય પણ વાસ્તવિકતા શું છે તે આજે ફરી એકવખત પુરવાર થાય તેવી ઘટના નોંધાઇ હતી. ભાવનગરથી અમદાવાદ આવતી એસટીની વોલ્વો બસમાં ડિઝલ ખાલી થઇ જતાં 45 મુસાફરો સવા 2 કલાક રઝળ્યા. ભાવનગરથી સાંજે 4 કલાકે અમદાવાદ જવા એસટીની વોલ્વો બસ નીકળી હતી.
ભાવનગરથી ઉપડીને સાંજે સવા 5 કલાકની આસપાસ બસ ભાવનગરથી લગભગ 60 કિલોમીટર દૂર હાઇવે પરની સહયોગ હોટલ નજીક પહોંચી ત્યારે બસમાં ડિઝલ પુરૂ થઇ ગયું. સવા 2 કલાક સુધી 45 મુસાફરો રઝળ્યા હતા . આ સમયગાળા દરમિયાન તંત્રની કોઇ મદદ ન મળતા આખરે ડ્રાઇવરે પોતે નજીકમાં આવેલા પેટ્રોલ પંપે જઇને કેરબામાં 5 લિટર જેટલું ડિઝલ લાવી સાંજે 7 કલાકે બસ ચાલુ કરી હતી. ત્ફાં સુધી એસટીનું તંત્ર તો તદ્દન નિદ્રાધીન જ રહ્યું હતુ.
જવાબદાર સામે પગલા લેવાશે
આ અંગે વોલ્વોના અમદાવાદ ખાતેના ડેપો મેનેજરે જણાવ્યું હતુ કે ડિઝલનો પ્રશ્ન ઉદભવ્યો હતો અને આ ઘટનાના જવાબદાર સામે તપાસ કરીને પગલા લેવાશે.
ડીઝલ ઇન્ડી.માં ખામી ડ્રાઇવર છેતરાયો
વોલ્વો બસનું ડિઝલની સ્થિતિ દર્શાવતો ઇન્ડીગેટરમાં ખામી હતી બસમાં ડિઝલ પુરૂ થયું ત્યારે ડ્રાઇવરે તપાસ કરતાં ઇન્ડીગેટરમાં ખામી હોવાનું જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.