ગૌરવ:દેશ વતી મેડલ જીતવાની તીવ્ર ઇચ્છા : નેશનલ ક્રમાંકિત એશા, અંડર-15માં નેશનલ બેડમિંટનમાં 5મું રેન્કિંગ ધરાવે છે

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એશા ગાંધીની રમતથી બેડમિંટન ક્ષેત્રના દિગ્ગજો પ્રભાવિત

ભાવનગર ખાતે રમાઇ રહેલી સ્ટેટ બેડમિંટન ચેમ્પિયનશિપમાં ભાગ લેવા આવી પહોંચેલી યુવા ખેલાડી એશા આશિષભાઇ ગાંધીએ જણાવ્યુ હતુકે, તેનો લક્ષ્યાંક ઓલિમ્પિકમાં દેશ વતી મેડલ જીતવાનું છે. એશા અંડર-15માં નેશનલ લેવલે 5મું રેન્કિંગ ધરાવે છે. ગુજરાતના બેડમિંટન ક્ષેત્રે માત્ર 14 વર્ષની ઉંમર હોવા છતા એશા ગાંધીએ તાજેતરમાં અંડર-15, અંડર-17માં સ્ટેટ ચેમ્પિયનશિપ જીતી હતી, વિમેન્સમાં રનર્સઅપ બન્યા હતા.

ભરૂચ જેવા નાના શહેરમાંથી બેડમિંટનનું પ્રતિનિધિત્વ કરી રહેલી ખેલાડી એશાએ સૌરાષ્ટ્ર સમાચાર સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુકે, ભારતમાં તમામ રમતોને સારૂ પ્રોત્સાહન મળે છે, અને ખેલાડીઓને મળી રહેલા પ્રોત્સાહનને કારણે જ વિવિધ રમતોમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું નામ આગળ ધપી રહ્યું છે.

માત્ર 14 વર્ષની ઉંમર હોવા છતા થોડા સમય અગાઉ રમાઇ ગયેલી સ્ટેટ બેડમિંટન ચેમ્પિયનશિપમાં એશા ગાંધી વિમેન્સ જૂથમાં રનર્સઅપ બન્યા હતા, એનો સીધો અર્થ એ લઇ શકાય કે, આ ખેલાડીનું બેડમિંટન ક્ષેત્રે ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેડમિંટન એસોસિએશનના પ્રમુખ ડૉ.ઉમંગ દેસાઇએ જણાવ્યુ હતુકે, એશા ગાંધીની રમત, બેકહેન્ડ સ્ટ્રોક, ચપળતા, સ્મેશ એક આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડી બનવા માટે આવશ્યક હોય તે બાબતો તેનામાં ઢબૂરાયેલી પડેલી છે, તેનું ભવિષ્ય ઉજ્જવળ છે.

અન્ય સમાચારો પણ છે...