તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્યોગ સંકટમાં:18 દિવસથી હડતાળ : અલંગમાં હજારો લોકોની રોજગારીને અસર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની આર્થિક કરોડરજ્જુ સમાન શિપબ્રેકિંગ ઉદ્યોગ સંકટમાં
  • સરક્યુલર આંતરીક મામલો, રોલિંગ મિલની માંગ ગેરવ્યાજબી : SRIA

ભાવનગર જિલ્લાના દોઢ લાખ લોકો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જે ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, રોજગારી મેળવી રહ્યા છે કેવા અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગ માં છેલ્લા ૧૮ દિવસથી ચાલી રહેલી ટ્રક હડતાલ બાબતે અને રી-રોલિંગ મિલ ઉદ્યોગની લોડિંગ ચાર્જ હટાવવાની માગણીઓ સ્વીકાર કરી લીધા છતાં રી-રોલિગ મિલ એસોસિએશન દ્વારા સેવવામાં આવી રહેલા હઠાગ્રહને હડતાળનો અંત આવી રહ્યો નથી અને સંખ્યાબંધ લોકોની રોજગારી તથા કરોડો રૂપિયાના સરકારી કરવેરા સાથે રમત કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા) દ્વારા કરવામાં આવ્યો છે.

એસો.ના મતે 20મી જુલાઈના રોજ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા ભાડાં વધારવા બાબતે માગણી રજૂ કરવામાં આવી હતી અને ભાડા વધારો નહીં થાય તો હડતાળ અને કામકાજ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. શિપબ્રેકરોએ ટ્રક ભાડા ચુકવવાના હોતા નથી, રોલિંગ મિલ માલીકો સાથે વાત કરી નિર્ણય કરો. ત્યારબાદ અેસો.ની જનરલ બોડીની મીટિંગમાં વાતચીત દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું નક્કી થયુ હતુ.

રોલિંગ મિલ એસોસિએશનના લોકો મિટિંગ માટે નહીં આવતા અમે લોકોએ પુનઃ તારીખ 7મી ઓગસ્ટ 2021ના રોજ જનરલ બોડીની મીટીંગ બોલાવી હતી અને તેમાં નક્કી કર્યા મુજબ અયોગ્ય રીતે કરવામાં આવેલી હડતાલના વિરોધમાં તારીખ 9, 10 અને 11 ઓગસ્ટના રોજ અલગનું કામકાજ બંધ રાખી અને કલેકટરને મધ્યસ્થી કરી આ હડતાલ ઉકેલવા માટે રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર સાથેથી મીટિંગ અને બાદમાં વિવિધ એસો.ના વિનંતી પત્રોને ધ્યાનમાં રાખી રૂ.100 પ્રતિ ટન લોડિંગ ચાર્જ નાબૂદ કરવાનો નિર્ણય લેવાયો હતો. અને તેના અંગે શિપબ્રેકિંગ એસો.ના તમામ સભ્યોને ડીજીટલ સરક્યુલર ગ્રુપમાં જાણ કરવામાં આવી હતી.

પરંતુ રી-રોલિંગ મિલ એસો. દ્વારા લેટરહેડ પર લેખિતમાં માંગ કરવામાં આવી રહી છે જે તદ્દન ગેરવ્યાજબી છે. શિપબ્રેકિંગ એસો.ના મતે અમારા એસો.ના નિર્ણયની જાણ અમારા સભ્યોને કઇ રીતે કરવી તે અમારો આંતરીક મામલો છે અને તેમાં અન્ય એસો. સલાહ આપે કે દખલગીરી કરે તે સદંતર અયોગ્ય છે.

અલંગ શિપ બ્રેકિંગ ખાતે રૂપિયા 100 પ્રતિટન લોડિંગ ચાર્જ નાબૂદ કરવાથી શિપબ્રેકરોને વાર્ષિક અંદાજે 25 કરોડ જેવું નુકસાન જશે અને તેના પર થતા 4 કરોડ જેટલા કરવેરાનું નુકસાન સરકારને પણ થશે. છતાં વિશાળ હિતને ધ્યાનમાં રાખી અને શિપબ્રેકિંગ એસોસિએશન દ્વારા લોડિંગ ચાર્જ નાબૂદ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજા એસોસિએશનનો દ્વારા દરેક સમયે જુદા જુદા મુદ્દાઓ ઢાલ બનાવી શિપબ્રેકિંગ એસોસિયેશન અને ઉદ્યોગને હેરાન કરાઇ રહયો છે.

અન્ય સમાચારો પણ છે...