લાલઆંખ:BU પરમીશનમાં કડકાઈ, દુકાનો હિરાના કારખાના સહિત વધુ 25 મિલકતો સીલ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે કોર્પોરેશન દ્વારા રહેણાંકી મિલકતો સામે કાર્યવાહીનો તખ્તો
  • હિલપાર્ક, કુમુદવાડી, રિલાયન્સ મોલ સામે, શ્રીજી રેસિડન્સી સામે કાર્યવાહી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બીયુ પરમીશનના મામલે વધુ કડકાઈ સાથે કામગીરી હાથ ધરતા ટાઉન પ્લાનિંગ અને ટાઉન ડેવલોપમેન્ટની ટીમ દ્વારા આજે દુકાનો હિરાના કારખાના સહિત 25 મિલકતોને સીલ માર્યા હતાં. હાલમાં કોમર્શિયલ મિલકતોને સીલ મારવામાં આવે છે પરંતુ અાગામી દિવસોમાં રહેણાંકી મિલકતોને પણ સીલ મારવા તખ્તો તૈયાર થઈ રહ્યો છે.\n બીયુ પરમીશન અને ફાયર સેફ્ટી બાબતે હાઇકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશન પણ દોડતુ થઈ ગયું છે અને છેલ્લા બે ત્રણ દિવસથી બીયુ પરમીશન વગરની કોમર્શિયલ મિલકતોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે.

આજે શહેરના સિદસર રોડ પર હિલપાર્ક શ્રેયા હાઈટમાં 6 દુકાનો, કુમુદવાડી ભાવના સોસાયટીમાં 7 દુકાન 3 હિરાના કારખાના, ગધેડીયા ફિલ્ડ સામે રિલાયન્સ મોલ પાસે ગાયત્રી ફ્લેટમાં 2 દુકાનો અને અશોક સોસાયટી શ્રીજી રેસિડન્સી પ્લોટ નં.14માં 7 દુકાનો સહિત કુલ 25 મિલકતોને સીલ માર્યા હતાં. હાલમાં કોમર્શિયલ મિલકતોને જ સીલ મારવામાં આવે છે પરંતુ હાઇકોર્ટના કડક વલણને કારણે આગામી દિવસોમાં રહેણાંકી મિલકતોને પણ સીલ મારવામાં અાવશે. સીલીંગની કાર્યવાહી જેમ જેમ જોર પકડશે તેમ તેમ સાથે સાથે હવે રાજકીય દબાણ પણ થવાના શરૂ થયા છે. રાજકિય દબાણને કારણે કાર્યવાહીને બ્રેક લાગવાની પણ શક્યતા છે.

મિલકત ધારકોએ શુ કરવું ?
> મે 2017 પછીની મિલકતોમાં રેરા ફરજીયાત અને તે પહેલા માટે કમિશનર દ્વારા હકારાત્મક નિર્ણય લેવાય છે પરંતુ દસ્તાવેજ ફરજીયાત.
> 15 મીટર કરતા વધારે હાઇટની મિલકતમાં ફાયર એન.ઓ.સી. ફરજીયાત
> રજા ચિઠ્ઠી, હેતુફેર બાદ ફાઈલને કમ્પ્લિશન માટે મુક્યા બાદ સીલ ખોલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...