તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:પથરીના દર્દીને ફિલ્ટર્ડ પાણી માટે સ્ટ્રો ફાયરનું સંશોધન

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્ઞાનમંજરી બી.એસ.સી.ના છાત્રો દ્વારા પ્યુરીફીકેશન મટીરીયલનો ઉપયોગ કરી નિર્માણ કર્યું

મોટેભાગે નારીયેળીના પાણી પીવા આપણે સ્ટ્રોનો ઉપયોગ કરતા આવ્યા છે. પણ અહીં વાત છે સ્ટ્રોફાયરની. જે જ્ઞાનમંજરી બી.એસ.સી કોલેજના માઇક્રોબાયોલોજી ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓં દ્વારા સરળ શુદ્ધિકરણના સિદ્ધાંતોના ઉપયોગ વડે સ્ટ્રો દ્વારા પીવાનું પાણી પી શકાઈ છે. આ સ્ટ્રો પાણીને શુદ્ધ કરશે. વિદ્યાર્થીઓ દ્વારા આ સ્ટ્રોનું નામ સ્ટ્રોફાયર રાખવામાં આવ્યું છે. વિવિધ કારણોસર વધતી જતી પીવાલાયક પાણીની અછતને દૂર કરવા માટે સ્ટ્રોફાયરએ વીજળીના ઉપયોગ વગર ચાલતું કારગત સાધન છે. આ સાધન સ્ટ્રો જેવી નળીમાં વિકસાવવામાં આવેલ છે.

આ સાધન વિકસાવવા પાછળનો મુખ્ય હેતુ આજ-કાલની વધતી જતી દુષિત પાણીની સમસ્યા અને શુદ્ધ પીવાલાયક પાણીની અછત છે. જે પથરીના દર્દી માટે આશીર્વાદ સમાન છે. સ્ટ્રોફાયર ખુબજ સરળ શુદ્ધિકરણ સિદ્ધાંતો પર વિકસાવેલું સાધન છે જેમાં પર્યાવરણને અનુકુળ એવા મટીરીયલનો ફિલ્ટર તરીકે ઉપયોગ કરેલ છે. સ્ટ્રોફાયરની રચના એવી રીતે કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ સરળતાથી પોતાની સાથે લઇ જઈશકે છે. સ્ટ્રોફાયર મોડલ "પોકેટ ફેન્ડલી" છે. જેમ તમે સામાન્ય સ્ટ્રોનો ઉપયોગ કરો છો તેવી જ રીતે કુદરતી જળ સ્ત્રોતો માંથી સ્ટ્રોફાયરની મદદ વડે પાણી પી શકો છો.

સ્ટ્રોફાયરની એક વિશેષતા એ પણ છે કે એ ખુબજ નજીવા ખર્ચે તૈયાર થયેલ છે જેથી કરીને સમાજના દરેક વર્ગ ને પરવડી સકે અને રોજ બરોજના જીવનમા ઉપયોગમા લઇ શકાય છે. સ્ટ્રોફાયરથી શુદ્ધ થતું પાણી વિવિધ પીવાલાયક પાણીના માપદંડો પર ખરું ઉતર્યું છે. આ માપદંડો માટે વિવિધ લેબોરેટરી ટેસ્ટ જેવીકે SPC, PH, TDS જેવી ટેસ્ટ કરવામાં આવી છે આ સિવાય રોગ કરતાં જીવાણુઓ અને ભારે ધાતુઓનું પ્રમાણ પણ ચકાસવામાં આવ્યું છે.

જ્ઞાનમંજરી બી.એસ.સી કોલેજના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેંટના સેમેસ્ટર - 5ના વિદ્યાર્થીઓ વિધિ પાવસિયા, કાર્તિક ભટ્ટ, નિગમ વ્યાસ દ્વારા પ્રોફેસર હીના ઠક્કરના માર્ગદર્શન હેઠળ સ્ટ્રોફાયરનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટ્રોફાયરની ક્ષમતા અને ગુણવત્તાની ચકાસણી માટેના પરીક્ષણોમાં પ્રોફેસર ભૂમિ ઇટાલિયા દ્વારા માર્ગદર્શન મળેલ છે.

અનેક પ્રકારે સ્ટ્રોફાયર ઉપયોગી
પથરીના દર્દીઓ ઉપરાંત અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો, મજુરી કામ કરતા લોકો માટે તથા કપરી પરીસ્થિતિમાં દેશની સેવા આપતા સૈનિકો માટે તેમજ લાંબી મુસાફરી કરતા મુસાફરો માટે, જંગલને ખુંદનાર અને પર્વતારોહકો જેવા સાહસવીરો માટે પણ સ્ટ્રોફાયર ઉપયોગી સાબિત થયુ છે.

અન્ય સમાચારો પણ છે...