કૌશલ્ય વૃદ્ધિ માટે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, આર્ટસ અને મેથેમેટિક્સ એટલે કે STEAM આધારિત તાલીમનું આયોજન મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અને કેસીજીના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રોબોટિક્સ માસ્ટર્સ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો અને આ પ્રોગ્રામના 60 કલાકના કુલ 40 સત્રનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પ્રોગ્રામ હેઠળ 40 ફેકલ્ટીઓ અને વિદ્યાર્થીઓને ડિઝાઇનિંગ થીંકીંગ બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ, થ્રીડી પ્રિન્ટિંગ અને થ્રીડી ડિઝાઇનિંગ, અલગોરિધમ અને ફ્લો ચાર્ટ સેન્સર અને એક્યુરેટર્સ મિકેનિકલ પાવર ટુલ, આર્ડુનિયોમા થીયરી અને પ્રેક્ટીકલ હેન્ડ ઓન કૌશલ્યો શીખવવામાં આવ્યા હતા તેમજ ઇન્ટરનેટ ઓફ થીંકીંગ ઉપકરણ, બ્લોક કોડીંગ, ડ્રોન ફ્લાઈંગ અને અન્ય આનુસંગિક વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રોગ્રામમાં સહયોગીઓએ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, આર્ટસ અને મેથેમેટિકના વિચારોને સમજવામાં મદદ કરી હતી.
તેઓએ તેમની વર્તમાન શિક્ષણ અને શૈક્ષણિક વ્યૂહ રચનાઓમાં આ પ્રકારના શિક્ષણનો સમાવેશ કરવા માટેના સરળ અને સુલભ સાધનો વિશે જાણકારી મેળવી હતી. વર્કશોપના સહભાગીઓને તૈયાર કરેલ ડેટા સેટ, પી.પી.પી., ઇ સામગ્રી અને અન્ય સહાયક સામગ્રીઓ આપવામાં આવી હતી. યુનિવર્સિટીના કુલપતિ ડો.એમ. એમ. ત્રિવેદીની અધ્યક્ષતામાં અને માર્ગદર્શનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને SSIP-CELL દ્વારા આ દસ દીવસીય તાલીમ વર્કશોપ યોજાયો હતો. યુનિ.ના કુલ સચિવ ડો. કૌશિકભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.