એજ્યુકેશન:ધો.10 ગણિત-બેઝિક પાસ ધો.11 સાયન્સના બી ગ્રુપમાં પ્રવેશપાત્ર

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એ ગ્રુપમાં પ્રવેશ માટે સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરવી પડશે
  • ગણિત-બેઝિક રાખનારો વિદ્યાર્થી ધો.11 સાયન્સમાં એ અથવા એબી ગ્રુપમાં પ્રવેશપાત્ર ગણાશે નહી

કોરોનાનો સકંજો હળવો થઇ જતા શિક્ષણ વિભાગ દ્વારા એક પછી એક નિર્ણયો જાહેર થવા લાગ્યા છે. આજે જાહેર કરવામાં આવેલા એક મહત્વપૂર્ણ નિર્ણય મુજબ જો કોઇ વિદ્યાર્થી ધો.10ની ગુજરાત બોર્ડની પરીક્ષામાં ગણિત-બેઝિક રાખશે અને ધો.10 પાસ થયા પછી તે ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રુપમાં પ્રવેશ મળી શકશે. પરંતુ ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપ અથવા તો એબી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે નહી. આ માટે લોજીક એ છે કે બી ગ્રુપમાં ગણિતનું મહત્વ હોતું નથી અને ધો.12 સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓને ધો.11-12માં તો ગણિત વિષય જ ભણવાનો હોતો નથી. આથી આ નિર્ણય લેવાયો છે.

ધો.10માં ગણિત વિષયનું પુસ્તક તો એક સમાન જ રહેશે. પરંતુ ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્રના પરિરૂપ અલગ અલગ રહેશે.શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 ગણિત વિષયના પ્રશ્નપત્રનું પરિરૂપ ગુણભાર, બ્લ્યુ પ્રિન્ટ અને નમુનાનું પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું. જ્યારે રાજ્યના શિક્ષણ વિભાગે આજે એક મોટો નિર્ણય કરીને ધો.10માં બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થીઓને પણ બી-ગ્રુપના વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપવામાં આવશે.

આજે જાહેર કરાયેલા નિર્ણયમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ધોરણ 10માં બેઝિક ગણિતમાં નાપાસ થયેલ વિદ્યાર્થી ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહમાં જવા માંગતો હશે તો જુલાઈની પૂરક પરીક્ષા દરમિયાન સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવાનો અગાઉ નિર્ણય હતો.

જેમા ફેરફાર કરી હવે ધોરણ 10માં બેઝિક ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રુપમાં પ્રવેશ મેળવવા માંગતો હોય તો જુલાઈ મહિનાથી પૂરક પરીક્ષા દરમિયાન ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે.અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ નિયમ હતો કે જે વિદ્યાર્થી ધોરણ 10માં ગણિત બેઝિક રાખે છે તે ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી નહીં પણ હવે તેમાં આ મોટો ફેરફાર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...