એજ્યુકેશન:ધો.10ના ગુણ ચકાસણીના જવાબો ડાઉનલોડ કરી શકાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુધરેલા પરિણામો શાળાને મોકલી અપાશે
  • બોર્ડની વેબસાઇટ પરથી તા. 26 સુધીમાં ગુણ ચકાસણીના જવાબો ડાઉનલોડ કરી શકશે

ગુજરાત માધ્ય. અને ઉચ્ચ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ની જુલાઈ 2021 ની પરીક્ષાનું પરિણામ ગત તારીખ 25 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યું હતું આ પરીક્ષાના પરિણામ બાદ ગુણ ચકાસણીની અરજીઓ ઓનલાઇન માધ્યમથી સ્વીકારાઈ હતી. ધોરણ 10ની આ પરીક્ષાના પરિણામના ગુણ ચકાસણી બાદના જવાબો ઓનલાઇન માધ્યમથી ગુજરાત બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા તો ssc.gseb.org પર તારીખ 16 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન ઓનલાઇન ડાઉનલોડ કરી શકાશે.

ગુણ ચકાસણીના જવાબો ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થી દ્વારા કરાયેલી અરજીની વિગત જેમાં સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગીન થવાનું રહેશે તેમજ જવાબ ડાઉનલોડ કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો છે તેઓને શાળાના સરનામે સુધારેલા ગુણપત્રક મોકલી અપાશે. તેમ બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે. ગુણ ચકાસણીના જવાબો માત્ર ઓનલાઇન માધ્યમથી આપવામાં આવશે. ટપાલની પદ્ધતિ અમલમાં નથી.

અન્ય સમાચારો પણ છે...