વિશેષ:ધો. 9-10ના પરિણામના આધારે બનશે SSCની માર્કશીટ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 80 માર્કનું મૂલ્યાંકન, શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી સમગ્ર પરિણામ આપશે

ગુજરાત સરકાર દ્વારા ધોરણ-10ને માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે ધોરણ 10માં તૈયાર કરવાની ફોર્મ્યુલા જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ-9ની સામાયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે. જેમાં 80 માર્કનું મુલ્યાંકન અને 9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ આપશે. જૂનના અંતિ વીકમાં પરિણામ ઓનલાઈન મુકવામાં આવશે. પ્રથમ અને બીજી કસોટીના 40 ટકા ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે.

આ માર્ક સાથેના ગુણપત્રક જૂન મહિનાના અંત સુધીમાં આપી દેવામાં આવશે. પરિણામ પત્રક જાહેર બાદ ગુણ ચકાસણીની કોઈપણ રીતે અરજી કરી શકાશે નહી. આ નિયમ આ વર્ષ માટે જ લાગુ રહેશે. ભાવનગર શહેર-જિલ્લાના 40,000 જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓને માત્ર પ્રમોશનનો લાભ મળશે. આ વખતે એકલા જિલ્લામાં શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ 226 કેટલા વર્ગો વધારવાની જરૂર પડે છે.

જે વિદ્યાર્થીને 80માંથી 26 કે સ્કૂલના 20 માર્ક્સમાંથી 7 માર્ક પણ ના મળે તો પણ તેને પાસ કરી. તેની માર્કશીટમાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ લખવામાં આવશે. પરિણામ તૈયાર કરવા માટે બે રીતે મૂલ્યાંકન કરવામાં આવશે‌. ધો.9ના સામાયિક કસોટીમાંથી માર્ક્સ અપાશે. ધો.10ની ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ ,ધો.9ની સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 માર્ક્સ અપાશે. ધો.10 એકમ કસોટીમાંથી મહત્તમ 10 માર્ક્સ મળશેજ્યારે શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે.

મૂલ્યાંકન માટે પસંદ કરવામાં આવેલા ધારા-ધોરણો કોવિડ-19ની પરિસ્થિતિના પહેલાના શૈક્ષણિક વર્ષોના હોવાથી કોઈ ઉમેદવારની બાબતમાં નિયત કરેલા એક અથવા એકથી વધુ ધારા-ધોરણોના માપદંડોમાં ઉમેદવાર ઉપસ્થિત ન હોય તેવું પણ બની શકે. આવા કિસ્સામાં માસ પ્રમોશનથી પાસ કરવાના હોવાથી બોર્ડ દ્વારા ખુટતા માર્કની તૂટ ક્ષમ્ય કરીને પાસ જાહેર કરવામાં આવશે. મૂલ્યાંકન માટેના નિયત કરેલા માપદંડોમાં કોઈ એક માપદંડમાં કે એક કરતા વધુ માપદંડમાં ઉમેદવાર ગેરહાજર હોય તો તેવા કિસ્સામાં શૂન્ય માર્ક દર્શવવાના રહેશે. ભાવનગર શહેર અને જિલ્લાના 40,000 જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓની ધોરણ 10ની માર્કશીટ આ રીતે તૈયાર કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં 8.60 લાખ વિદ્યાર્થીઓ આ પદ્ધતિ મુજબ પાસ થયા ગણાશે.

કેવી રીતે ગુણ ગણવામાં આવશે
કોઈપણ વિષયમાં વિદ્યાર્થીએ 2 એકમ કસોટી આપી હોય તો બંને કસોટીના સરેરાશ ગુણ ધ્યાને લેવાના રહેશે. જે વિષયમાં 2 એકમ કસોટી આપી હોય તો સૌથી વધુ ગુણ હોય તેવી કોઈપણ બે એકમ કસોટીના સરેરાશ ગુણ ધ્યાને લેવાના રહેશે. શાળા પરિણામ સમિતિની રચના કરવામાં આવશે. આંતરિક મૂલ્યાંકનના વિષય વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...