તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Std. Initiation Of Self Defense Training For 6th To 12th Standard Students, Certificate Will Be Given To The Student Who Completes The Training

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:ધો. 6 થી ધો.12ની છાત્રાઓને સ્વરક્ષણની તાલીમનો આરંભ, તાલીમ પૂરી કરનાર છાત્રાને સર્ટિફિકેટ અપાશે

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 22 ડિસે.થી 28 ફેબ્રુઆરી સુધી 8 સપ્તાહમાં 24 ભાગમાં તાલીમ આપવાનું આયોજન

કોરોનાને કારણે શાળાઓ બંધ હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ માટે વિવિધ પ્રયાસો કરાઈ રહ્યા છે. જ્યારે 3 વર્ષથી વિદ્યાર્થીઓને સ્વરક્ષણની તાલીમ આપવાની શરૂઆત કરાઈ છે, જે હાલ શાળાઓ બંધ હોવાથી તાલીમ આપી શકાતી નથી. હવે એક નવતર પ્રયોગ તરીકે ધો.6થી ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ઓનલાઇન સ્વરક્ષણની તાલીમનો આરંભ થયો છે.

અત્યારે જે પ્રકારે ઓનલાઇન શિક્ષણ અપાય છે તેમ ધોરણ 6 થી 12ની વિદ્યાર્થિનીઓને ઓનલાઇન સ્વરક્ષણની તાલીમ અપાશે. જેના માટે સમગ્ર શિક્ષા વીડિયો અભિયાન દ્વારા ઓનલાઇન સ્વરક્ષણ તાલીમ કોર્સ તૈયાર કરાયો છે. 22 ડિસેમ્બરથી 28 ફેબ્રુઆરી સુધી 8 સપ્તાહમાં 24 ભાગમાં તાલીમ અપાશે. અઠવાડિયામાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે સ્વરક્ષણની તાલીમનો વીડિયો અપલોડ કરાશે. દરેક શાળામાં કોઈ પણ એક શિક્ષકને નોડલ શિક્ષક બનાવી તાલીમને લગતી તમામ જવાબદારી તેમને અપાશે. તાલીમ પૂરી કરનાર વિદ્યાર્થિનીઓને સર્ટિફિકેટ પણ અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો