એજ્યુકેશન:આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સોમવારે ધોરણ 10નું ઓનલાઇન પરિણામ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 10માં જિલ્લામાં 43112 પરીક્ષાર્થીઓ હતા
  • ભાવનગર જિલ્લાના ધોરણ 12ના આર્ટસ અને કોમર્સના કુલ 18,025 વિદ્યાર્થીઓનું ભાવિ ખુલશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ, 2022માં લેવાયેલી ધો.12 ની સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાં પરીક્ષાનું બોર્ડની વેબસાઇટ પર પરિણામ તા.4 જૂનને શનિવારે સવારે 8 કલાકે ઓનલાઇન જાહેર કરવામાં આવશે.

ધો.12 સામાન્ય પ્રવાહમાં ભાવનગર જિલ્લાના 18,025 અને રાજ્યના 4,25,834 વિદ્યાર્થીઓનું ભાવિ ખૂલશે. જ્યારે તા.6 જૂનને સોમવારે ધો.10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર સવારે 8 કલાકે જાહેર કરાશે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ધો.10માં કુલ 43,112 અને રાજ્યના કુલ 9,64,529 પરીક્ષાર્થીઓનું પરિણામ ઓનલાઇન જાહેર કરાશે.

ધો.12 સામાન્ય પ્રવાહ તથા ધો.10ની માર્ચ,2022માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ સવારે 8 કલાકે બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર ઓનલાઇન મુકવામાં આવશે. ધો.12 સા.પ્ર., વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમા તેમજ ધો.10ના ઉમેદવારોના ગુણપત્રકોના વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. ગુણ ચકાસણી અને દફતર ચકાસણી તેમજ પૂરક પરીક્ષા-2020 વિગેરેની સૂચનાઓપણ હવે પછી જાહેર થશે.

2020માં જિલ્લાનું ધો.12 સા.પ્ર.નું પરિણામ 79.52% હતુ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા ગત વર્ષે તો માસ પ્રમોશન અપાયેલું પણ તેની પૂર્ક્ષ્વે 2020માં ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ભાવનગર જિલ્લાનું પરિણામ 79.52 ટકા રહ્યું હતુ. 2020માં ભાવનગર જિલ્લામાં કુલ 16,630 વિદ્યાર્થીઓ પૈકી 13,224 પાસ અને 3445 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.

ગત વર્ષે કોરોનાને લીધે માસ પ્રમોશન અપાયેલું
ગત વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા આપેલા ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતુ. આથી રેગ્યુલર વિદ્યાર્થીઓ કે જેઓએ પરીક્ષા આપેલી તે તમામને પાસ કરી દેવાયા હતા. જો કે ગ્રેડ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...